ઝાલોદ કસ્બાની પરણિતાને પતિ અને સાસરીયાએ દહેજમાંં ત્રણ લાખ માંગી ત્રાસ આપી ત્રીપલ તલાક આપી દેતાં ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાઈ

ગોધરા, ઝાલોદ કસ્બા તળાવ રોડ ખાતે પરણિતા મુસ્લીમ રીવાજ પ્રમાણે લગ્ન થયેલ હોય તેના પતિએ દહેજમાં 3 લાખ રૂપીયાની માંગણી કરી રૂપીયા કેમ લાવી નથી તેમ કહી શારીરિક માનસીક ત્રાસ આપી ત્રીપલ તલાક આપી આરોપીઓ એકબીજાને મદદગારી કરતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આપી.

પ્રાપ્ત વિગતો મુજબ ઝાલોના કસ્બા તળાવ વિસ્તારમાં રહેતા મહેનાઝ લગ્ન યુફઝલ બેગ નૈયુમ બેગ મીરઝા સાથે મુસ્લીમ સમાજના રીતરિવાજ સાથે થયેલ હતા. પતિ મુફઝલબેગ નૈય બેગ મીરઝાએ દહેજમાં 3 લાખ રૂપીયાની માંંગણી કરી હતી. દહેજમાં રૂપીયા નહિ લાવતા અન્ય આરોપીઓ નૈયુમબેગ હકકી બેગ મીરઝા, નસીબબાનુ નૈયુમ બેગ હીકમબેગ મીરઝા, મુળ રશીદ બેગ મીરઝા એ ચઢામણી કરતા પતિ મુફઝલ બેગ મીરઝાએ પરણિતાને શારીરિક માનસીક ત્રાસ આપતા ત્રીપલ તલાક આપી દેતાંં પરણિતા મહેનાઝ મુફઝલબેગ મીરઝાએ હાલ ગોધરા (કુબા મસ્જીદ પાસે રહેતા હોય તેમના દ્વારા ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે પતિ અને સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.