બાલાસિનોર તાલુકામાં મઘ્યાહન ભોજન સંચાલક, રસોઈયા અને સહાયકની ભરતીમાં ગેરરિતીના આક્ષેપ

બાલાસિનોર, બાલાસિનોર તાલુકામાં તાજેતરમાં મઘ્યાહન ભોજનમાં સંચાલકો સહિત રસોઈયા અને મદદનીશ સહિત ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં અનેક સ્થળો પર માત્ર પૈસાને મહત્વ આપી ભરતી કરવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડયુ છે.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં વિવિધ પ્રા.શાળાઓના મઘ્યાહન ભોજનના સંચલક અને મદદનીશ સાથે રસોઈયાની ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં ભરતી માટે ગત તા.25 ઓગસ્ટથી અરજીઓ મંગાવવામાં આવી હતી.જયારે આવેલી અરજીઓ પૈકઠધી કોલ લેટર તા.25 સપ્ટેમ્બરે અરજદારોને મોકલવામાં આવ્યા હતા. જયારે તા.5 ઓકટોબરે ઈન્ટરવ્યુ બાલાસિનોર મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યુ હતુ. જયારે આ ભરતીમાં ભારે ગેરરિતી આચરી કોૈભાંડ કરી વધારે લાયકાતવાળા અરજદારોને બદલે ઓછી લાયકાત વાળા અરજદારોની ભરતી કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.ત્યારે અનેક શાળામાંથી લાયકાત વાળા અરજદારોએ અપીલ અરજી પણ દાખલ કરવાની તજવીજો હાથ ધરી છે. આ બાબતે બાલાસિનોર પ્રાંત અધિકારી દ્વારા વહેલીતકે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.