ખાતરની કાળાબજારી : DAHOD જિલ્લાના ઝાલોદના અનાજ માર્કેટ યાર્ડમાં ગેરકાયદેસર રીતે ખાતરનુ વેચાણ થતુ હોવાની ઉઠી બુમો..

દાહોદ(Dahod) જિલ્લાના ઝાલોદના અનાજ માર્કેટ યાર્ડમાં ગેરકાયદેસર રીતે ખાતરનુ વેચાણ થતુ હોવાની ઉઠી ફરિયાદ મીડીયાની ટીમ વેચાણ સ્થળે પહોંચતા ખાતરનુ વેચાણ કરનાર ટેમ્પો લઇ થયા ફરાર ખુલ્લા ટેમ્પામાં ખેડુતોને 400 ના ભાવે ખાતરનુ વેચાણ કરાતું હોવાનું જણાવતા સ્થાનિકો દાહોદ(dahod) જીલ્લામાં અનેક જગ્યાએ સરકારી કિંમત 266.50 ના બદલે 300 થી 500 રુપીયા સુધી ખાત ના વેચાણ થતુ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.તેમ છતા સરકારી તંત્ર નિદ્રાહીન….

ઝાલોદ(zalod) નગરમાં ખાતરની કાળાબજારીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આજરોજ  સવારે માર્કેટમાં બે નંબરનું ખાતર ભરીને વેચવા આવ્યા હતા. જેમાં સરકારી ભાવ કરતાં પણ વધુ ભાવથી ગેરકાયદેસર રીતે ખાતરનો વેચાણ કરી રહ્યા હતા તે અરસામાં કેટલાક મીડિયા કર્મીઓ સ્થળ પર પહોંચી જતા ખાતરનું વેપાર કરતા તત્વો પોતાનો ટેમ્પો લઈને ઉભી પૂંછડીએ ભાગી ગયા હતા.જોકે આ મામલે આજ સુધી કોઈ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ નોંધાઈ નથી.  જ્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર સરકારી બાબુઓને મિલીભગતના કારણે આ બોલને મજબૂરીવશ મોંઘાભાવના ખરીદવા પડે છે.ત્યારે ઝાલોદ નગરમાં આજરોજ ગેરકાયદેસર ખાતર નું વેચાણ કરવા આવેલા તત્વોનાં ઈશારે માર્કેટમાં કોને મિલીભગતના કારણે આવ્યા હતા.  તેમજ આ પાછળ સરકારી બાબુઓની પણ મિલીભગત છે કે કેમ? તપાસનો વિષય બની જવા પામેલ છે. 

દાહોદ(dahod) જીલ્લો ટ્રાયબલ જીલ્લો છે.અહીયા લોકો ખેતી ઉપર નિર્ભર હોવાના પગલે હાલ વાવણી કરેલ પાકમાં ખાતર નાખવાની જરૂર હોય ખાતરની ખેડુતો દ્વારા ખરીદીઓ કરવામા આવે છે. પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારી ની મીલી ભગતના પગલે વેપારીઓ દ્વારા ખાતરનો સંગ્રહ કરતા હોય છે. જેના કારણે ખેડૂતોને ખાતર વાજબી ભાવે મળતું નથી અને ખેડૂતોને મજબૂરીવશ મોંઘા ભાવે ખાતર ખરીદવું પડે છે. જેનો ફાયદો ઉઠાવી કેટલાક વેપારીઓ તેમજ ખાતર ની કાળાબજારી કરનાર ઈસમો આદિવાસી બાહુલ્ય ધરાવતી જનતા જોડે ખાતરના નામે ખુલ્લેઆમ લુટ ચલાવી રહ્યા છે. જોકે સમગ્ર મામલે સમયાંતરે સલગ્ન વિભાગના અધિકારીઓને જાણ કર્યા બાદ પણ કેટલાક સરકારી બાબુઓ દ્વારા માત્ર ખાના પૂર્તિ માટે તપાસ હાથ ધરી ભીનુ સંકેલી દેતા હોય છે. ત્યારે હાલમાં ખેતીવાડી વિભાગના અધિકારી વિરુદ્ધ લેખીત કૃષિ પ્રધાનને લેખીત રજુઆત કરાઇ છે.ત્યારે આવા ભ્રષ્ટ અધિકારી અને વધુ ભાવ લેતા દુકાનદારોના કાયમી પરવાના રદ કરાઈ તેવી ખેડુતોની માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર : વિનોદ પંચાલ