ગાંધીનગર, ગુજરાત ભાજપમાં બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ભાજપના ટોચના નેતાઓની ગઈકાલે રાત્રે બેઠક મળી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં ગુજરાત ભાજપના સંગઠન, લોક્સભા ચૂંટણી અને બોર્ડ નિગમ અંગે ચર્ચા થઇ હોવાની શક્યતા છે.
લોક્સભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપની બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે વડાપ્રધાનના નિવાસસ્થાને ભાજપની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના દિગ્ગજો હાજર હતા.આ બેઠક બાદ એવુ લાગી રહ્યુ હતુ કે બોર્ડ નિગમ અથવા સરકાર સંગઠન વચ્ચેના અથવા સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઇને ચર્ચા થઇ હશે. જો કે હવે ગુજરાતમાં પણ બેઠકનો દોર ચાલી રહ્યો છે.
ગઇકાલે મોડી રાત્રે હોટેલ લીલા ખાતે ભાજપની બેઠક મળી હોવાની ચર્ચા થઇ રહી છે.આ બેઠક કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચે થઇ હોવાનું માનવામાં આવે છે.રાત્રે ૯.૩૦ થી ૧૦.૩૦ કલાક દરમિયાન બેઠક મળી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.આ સમય દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાતના આયોજનમાં હતા.જે પછી મહત્વની બેઠક મંત્રી નિવાસસ્થાને મળી હોવાની ચર્ચા છે.
બેઠક દ્વારા જાણે જાણવા મળી રહ્યુ છે કે લોક્સભાની ચૂંટણીપહેલા ગુજરાતની અંદર સબ સલામત કરવાનો પ્રયાસ છે.ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠન સાથે સાથે ચાલતા હોય છે,જે સરકાર યોજનાઓ બનાવે છે તે સંગઠન જમીની સ્તર સુધી લઇ જતુ હોય છે.સંગઠન દ્વારા જે મુદ્દાઓને ઉઠાવવામાં આવતા હોય છે અથવા તો જમીની સ્તર પર થતી ફરિયાદોની જાણ સરકાર સુધી પહોંચાડવામાં આવી હોય છે.જેના કારણે ફરિયાદોનું નિવારણ જલ્દી થાય. જો કે હાલમાં આ સંકલનમાં અભાવ હોવાનું જોવા મળી રહ્યુ છે. જેની અસર પણ જોવા મળી રહી છે. સરકારના મંત્રીઓના પર્ફોમન્સને લઇને સતત ચર્ચા થઇ રહી છે.
આ બેઠક મળતી ગુજરાતના રાજકારણમાં ફેરફારોના સંકેત મળી રહ્યા છે. સંગઠનમાં ફેરફાર થવાની શકયતા છે. પ્રદેશ ભાજપની ખાલી જગ્યાઓમાં નિમણુંકને લઈ નામોની મથામણ ચાલી રહી છે.લોક્સભાના બેઠક દીઠ પ્રભારીના નામને લઈ મંથન થયુ હોવાની ચર્ચા છે. સૌથી વધુ ગૂંચ બોર્ડ નિગમને લઇને છે. જેનો કોકડો હજુ વણ ઉકેલાયો છે. ડિસેમ્બરમાં તમામના રાજીનામાં લેવાયા હતા. ત્યારે મહદ અંશે તેમાં રાજકીય ભરતીઓ બાકી છે. નામને લઇને હજુ પણ એકમત નથી સધાતુ જોવા મળતુ.