ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેતરપિંડી

ભાવનગર, બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેતરપિંડીની ઘટના બની છે. આ મામલે ગોપીનાથજી મંદિરના ચેરમેને પ્રતિક્રિયા આપી છે. કોઈ ભક્તે માનતા કરવાના નામે ૨૦૦ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે.

૧૦ ઓક્ટોબરે સોનાની છેતરપિંડીની ઘટના બની હતી. ગઢડા ગોપીનાથજી મંદિરના મહેતાજી ધીરૂભાઈ પટેલે ગઢડા પોલીસમાં આ ઘટના મામલે અરજી કરી છે. ગઢડા પોલીસે છેતરપિંડીની અરજી દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગઢડા પોલીસે છેતરપિંડી કરનાર શખ્સ શૈલેષ ઉઘાડને પૂછપરછ માટે બોલાવામાં આવ્યો છે.

પોલીસની પૂછપરછ દરમિયાન શખ્સે કબુલાત કરી પરત આપ્યું છે. ગઢડા ગોપીનાથજી મંદિરને બદનામ કરવાના હેતુથી છેતરપિંડી કરી હોવાનો આરોપ ચેરમેન દ્વારા લગાવ્યો છે. પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના ટેકેદારો દ્વારા મંદિરને બદનામ કરવાની પ્રવૃતિ કરે છે. ચેરમેન કહ્યું કે જે મંદિરમાં રહેશે અને અનાજ ખાઈને મંદિરને બદનામ કરે છે તેને ભગવાન સતબુદ્ધી આપે.