ગોધરા, ગોધરા તાલુકાના ઓરવાડા ગામે રહેતા 50 વર્ષીય આધેડ વ્યકિત અસ્થિર મગજના કારણે ગામના કુવા માંથી મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ઓરવાડા ગામે રહેતા રમણભાઈ કાભસિંહ બારીયા ઉ.વ.50ના છેલ્લા એક વર્ષથી મગજથી અસ્થિરતાની દવા ચાલતી હતી. તેમનો ગામના કુવા માંથી મરણ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.