રાજ્ય માં તા.1 ઓક્ટોબર થી 34 લાખ વાહનો સ્ક્રેપ બની જશે,ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ થનારા વાહનો પણ ભંગાર માં આપવા પડશે

રાજ્યમાં આરટીઓ એ તૈયાર કરેલા ડેટા મુજબ 15 વર્ષ જુના હોય તેવા વાહનોની સંખ્યા 34 લાખની હોવાનું સામે આવ્યું છે.કેન્દ્ર સરકાર ની જુના વાહનો ની સ્ક્રેપ પોલિસી મુજબ હવે આ તમામ વાહનોને સ્ક્રેપમાં નાખી દેવાની ફરજ પડશે. રાજ્ય સરકારના પણ અંદાજે 13 હજાર વાહનો 15 વર્ષથી જુના હોવાથી તેને ભંગારમાં કાઢી નાખવા પડશે.રાજ્ય માં આવા વાહનો માટે જાહેર કરાયેલા આંકડા મુજબ 21 લાખ થ્રી વ્હિલર અને ફોર વ્હિલર સ્ક્રેપ ટ્રક, ટ્રેઈલર, મળીને 35 લાખ વાહનો હોવાનું સામે આવ્યુ છે.

 પહેલી ઓક્ટોબર 2021થી આ નવી સ્ક્રેપ પોલિસીનો અમલ કરવાની જાહેરાત થઈ છે જેમાં 15 વર્ષથી જુના કોમર્શિયલ વ્હિકલ અને 20 વર્ષથી જુના પેસેંજર વ્હિકલને સ્ક્રેપ કરી દેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
આ સિવાય ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ થનારા વાહનોને પણ સ્ક્રેપ માં આપવાની ફરજ પાડવામાં આવશે.
આમ પોલ્યુશન ને કંટ્રોલ કરવા રાજ્ય સરકારે જુના વાહનો ને સ્ક્રેપ માં આપવા ફરજીયાત બનાવ્યુ છે.