ભારત-પાક.ની મેચે ફરી એક વાર વ્યૂઅરશિપ રેકોર્ડ તોડી નાંખ્યો

અમદાવાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્ર્વકપ ૨૦૨૩ની ૧૨મી મેચ શનિવારે રમાઈ હતી. આ મેચ વખતે આખું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું. લગભગ દોઢ લાખ ક્રિકેટપ્રેમીઓ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. મેચ પૂર્વે પ્રેક્ષકોના પાવર બેક્ધ, ઈયરબડ્સ કઢાવીને બોક્સમાં મુકાવ્યાસ્ટેડીયમના મેઇન ગેટ નંબર ૧ અને ૨ પર પોલીસે ઈલેક્ટ્રોનિક ઉપકરણો મૂકવા માટે બોક્સ મૂક્યા હતા, જેમાં ૩૦૦થી વધુ પાવર બેંક સહિતના ઉપકરણો ભેગા થયા હતા. ગરમી વધુ હોવાથી કેટલાક પ્રેક્ષકો મેચ અધુરી મૂકીને સ્ટેડીયમની બહાર નિકળ્યા હતા.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ૨૦૨૪ની આવૃત્તિમાં ભારતનાં ૬૦થી વધુ રેકોર્ડ સામેલ કરવામાં આવ્યા છે. ભારત માટે આ ગૌરવ લેવા જેવી વાત છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની છેલ્લી આવૃત્તિમાં વિશ્ર્વનાં કુલ ૨,૬૩૮ રેકોર્ડ સામેલ કરવામાં આવ્યા છે.

શનિવારે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈપ્રોફાઈલ વર્લ્ડ કપ મેચમાં સટ્ટો રમવા માટે મહાદેવ ઓનલાઈન એપ્સ દ્વારા બિડ ઓપન કરીને સટોડિયાઓને સટ્ટો રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.