સંજેલીમાં લાંભા વિરામ બાદ વરસાદની એન્ટ્રી લોકોમાં હરખની હેલી

  • જગતના તાતમાં વરસાદ પડતાં ખુશી છવાય 
  • વરસાદ પડતાં તાલુકામાં પાકને આંશિક રાહત મળશે
  •  વરસાદી પાણીના કારણે નગરના વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય 

કાદવ કીચડને દૂર કરી  દવાનો છટકાવ કરવામાં આવે તેવી પ્રભળ માંગ  સંજેલી છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારે તાલુકામાં ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાય જવા પામ્યા હતા તાલુકામાં ભરમાં વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું ત્યારે અચાનક વરસાદે વિરામ લેતા તાલુકા પંથકમાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા ગત ત્રણ દિવાસથી સંજેલી તાલુકામાં છૂટો છવાયો વરસાદ ખાબકતા લોકોમાં ખુશીના વાદળો જોવા મળ્યા હતા 

સંજેલી છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે  સંજેલીમાં છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે તાલુકા ભરમાં ઠંડક ભર્યો માહોલ પ્રસરી જવા પામ્યો હતો  ક્યારેક ફાસ્ટ ગતિએ ક્યારેક ધીમીધારે મેઘરાજા વરસતા તાલુકાના ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે  છેલ્લા ત્રણ દિવસમા સંજેલીમાં 15 મિમી થી વધુ વરસાદ નોંધાયો હતો જેને લઈ સંજેલીમાં રસ્તાઓ પર નદીઓની જેમ પાણીઓ વહેતા થયા હતા છૂટો છવાયા વરસાદના કારણે સંજેલીમાં વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય પર્વતી જવા પામ્યું છે પ્રજાની લાગણી અને માંગણી છે કે પ્રજાના હિતમાં ધ્યાને લઇ બીમારી વકરે તે પહેલા કાદવ કિચડને સાફ કરવામાં આવે અને દવાનો છટકાવ કરવામાં આવે તેવી પ્રજાની પ્રભળ માંગ છે