દાહોદ ઝાયડસ હોસ્પિટલના તબીબો દ્વારા સ્તન કેન્સરની માહિતી અપાઈ

દાહોદ, દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે આજરોજ હોસ્પિટલના તબીબો દ્વારા સ્તન કેન્સરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્તન કેન્સર મામલે માહિતી પુરી પાડવામાં આવી હતી.

13મી ઓક્ટોમ્બરના રોજ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કોમ્યુનિટી મેડિસિન વિભાગ તથા ગાયનેકોલોજી વિભાગ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ દિવસની ઊજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિભાગનાં વડા તથા સી.ઈ.ઓ. પ્રોફ.(ડો) સંજય કુમારના, ડીનપ્રોફ.(ડો) સિ.બી. ત્રિપાઠી, ડો.ભરત હઠીલા (મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ), ડો.સુનીતા સંજય કુમાર (ડેપ્યુટી મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ), ડો.દીના શાહ (ગાયનેકોલોજીસ્ટ), ડો.રાહુલ નેત્રગાવકરઅને ડો.અનુપ ખરડે, પ્રકાશ પટેલ (સીનીયર જનરલ મેનેજર), હેતલ રાવ (ડેપ્યુટી મેનેજર)આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. ડો.નિયતિ ઝવેરી તેમજ ડો.ગીતા પટેલ દ્વારા સ્તન કેન્સર ના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે ડિપાર્ટમેન્ટના તમામ સ્ટાફગણ તેમજ એમ.એસ.ડબલ્યુ ઉપસ્થિત રહેલ છે.ઇન્ટર્ન ડોક્ટર દ્વારા સ્તન કેન્સર વિશે માહિતી આપવામા આવી હતી તેમજ અલગ અલગ વિભાગના ડોક્ટરો દ્વારા સ્તન કેન્સર કઈ રીતે થાય, કેન્સર ને રોકવાના ઉપાયો, કેન્સર થવાના જોખમો, સ્તન કેન્સરના લક્ષણો, સ્તન કેન્સરના તબક્કા વિશે તથા મેમોગ્રાફી વિશે માહિતીઆપવામાં આવી હતી.