ધાનપુરના પાવ ગામેથી દેશી કટ્ટા સાથે ઈસમને એલ.સી.બી.એ. ઝડપ્યો

દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક ઈસમ પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો કટ્ટો કિંમત રૂા. 2,000 સાથે ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.

દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.13મી ઓક્ટોમ્બરના રોજ ધાનપુર તાલુકાના પાવ ગામે અમરોટ ત્રણ રસ્તા પર વોચ ગોઠવી ઉભા હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ માજુભાઈ હિમાભાઈ ભાભોર (રહે. ઉંડાર, ભાભોર ફળિયું, તા. ધાનપુર, જી.દાહોદ)નો ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની અંગ ઝડતીમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટનો કટ્ટો નંગ. 1 કિંમત રૂા. 2,000 સાથે ઉપરોક્ત ઈસમને પોલીસે ઝડપી પાડી આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.