દાહોદના મીરાખેડી ગામેથી બાઈક ઉપર લઈ જવાતા 29 હજારના ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ, દાહોદ તાલુકાના ખરેડી ગામેથી પોલીસે એક મોટરસાઈકલ પરથી વિદેશી દારૂનો કુલ રૂા. 29,760ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા. 69,760નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.

ગત તા.13મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ખરેડી ગામે તળાવ પાસે ચાકલીયા રોડ તરફ જવાના રસ્તા પર નાકાબંધી કરતી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે મોટરસાઈકલના ચાલકે દુરથી પોલીસને જોઈ લેતાં પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી ગયો હતો. પોલીસ મોટરસાઈકલ પાસેથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 216 કિંમત રૂા. 29,760ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા.69,760નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે મોટરસાઈકલના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.