દાહોદ જીલ્લાના પ્રવાસી શિક્ષકો દ્વારા અનિયમિત પગારને શિક્ષણાધિકારીને આવેદન આપ્યુંં

દાહોદ, પ્રવાસી શિક્ષકોના અનિયમિત પગારની રજુઆત લઈ દાહોદ જીલ્લાના પ્રવાસી શિક્ષકો દ્વારા આ મામલે દાહોદ જીલ્લા શિક્ષણાધિકારીને કચેરી પહોંચ્યાં હતાં અને પોતાના પગારો નિયમિત કરવા બાબતે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

દાહોદ જીલ્લાના પ્રવાસી શિક્ષકો ગતરોજ દાહોદ જીલ્લાના શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યાં હતા. જ્યાં પ્રવાસી શિક્ષકોએ જીલ્લા શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, દાહોદ જીલ્લામાં આવેલ વિવિધ ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતાં તમામ પ્રવાસી શિક્ષકોના પગાર ગત વર્ષ ડિસેમ્બર-2022થી એપ્રિલ-2023 સુધી થયેલ નથી. પ્રવાસી શિક્ષકો હંગામી ધોરણે કામ કરતાં હોવાથી પ્રવાસી શિક્ષકો માટે વેતનની વધુ જરૂરીયાત રહેતી હોય છે. આ મામલે અનેકવાર આ મામલે રજુઆત કરવા છતાંય તેનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. માટે દાહોદ જીલ્લાના પ્રવાસી શિક્ષકોના બાકી પગાર તાત્કાલિક અસરથી ચુકવી આપવા માટે રજુઆત કરવામાં આવી હતી.