વિરપુર ગ્રામ પંચાયત દ્વારા ઉભરાતી ગટરો સાફ કરવામાં ઘોર બેદરકારી : તંત્ર ઘોર નિદ્રામાં

  • વીરપુર તાલુકો હોવા છતાં તાલુકાના મુખ્ય મથકની સોસાયટીમાં ઉભરાતી ઘટરોના પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યાં…વીરપુરમાં સ્વછતા હી સેવા અભિયાન માત્ર કાગળ પર..
  • વીરપુર તાલુકામાં લાખો રૂપિયા ખર્ચી ને જેટીંગ મશીન ખરીદવામાં આવ્યું છે તેમ છતાં તાલુકાની પ્રજાને ઘટરોના દુષિત પાણી સાથે રહેવામાટે મજબુર બન્યા છે.

વિરપુર, ગટર સાફ સફાઈ થતી નથી અને વિરપુર નગરના જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. વિરપુર યોગેશ્વર પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ઘટર ઉભરાવાના કારણે ગટરના પાણી વીરપુર બાલાસિનોર જોડતા જાહેર માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. રસ્તા પર ગટરના દુષિત પાણી ભરાઈ રહેવાને કારણે રસ્તા વચ્ચે મસ મોડો ખાડો પડી જવા પામ્યો છે. જેના કારણે રોજના ચાર થી પાંચ જેટલાં બાઈક સવારનો અકસ્માત સર્જાતો હોય છે. વાહચાલકો માટે યોગેશ્વર પાર્ક સોસાયટી સામે નો માર્ગ જોખમી સાબિત થવા પામ્યો છે. આ વિસ્તારની આજુબાજુ બીજી અન્ય મહાલક્ષ્મી પાર્ક સોસાયટી તેમજ દુકાનો, કોલેજ, આશ્રમ શાળા, બેન્ક ઓફ બરોડા પણ આવેલી છે ગટરના પાણી રસ્તા પર આવી જવાનાં કારણે રહીશોને આ ગંદકીથી અસહ્ય દુર્ગંધ વેઠવાનો વારોઆવ્યો છે અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાની બૂમ ઉઠવા પામી છે. આ રસ્તા પર થી અનેકવાર સરકારી બાબુઓ જતા આવતા હોય છે, તેમ છતાં તંત્ર આંધળું બની રહ્યું છે. આ ઉભરાતી ગટર સંદર્ભ કોઈ નક્કર પગલાં ન લેવાતાં સ્થાનિક લોકો રોષે ભરાયા છે. યોગેશ્વર પાર્કમાં ઉભરાતી ગટરના પાણી જાહેર રસ્તા પર થઈ સામે આવેલ મહાલક્ષ્મી સોસાયટીમાં ઘુસવા પામ્યા છે. જેના કારણે ચોવીસ કલાક દુર્ગાધમાં રહેવા લોકો મજબુર બન્યા છે. આ ગટરના પાણીના કારણે બે પ્રકારના જોખમ પેદા થવા પામ્યા છે. એક તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત તો બીજી તરફ અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામ પંચાયત દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માંગણી છે કે, સત્વરે ઝડપથી આ બાબતે પૂરતું ધ્યાન આપી આ ઉભરાતી ગટરનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગણી પ્રબળ બની છે.

વીરપુર ગ્રામ પંચાયતને અનેકવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય, ગ્રામ પંચાયત મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ગ્રામ પંચાયત દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે:- સ્થાનિક લોકોના આક્ષેપ….