ગોધરા,
ગોધરા શહેર મધ્ય માંથી પસાર થતા દાહોદ હાઈવે રોડને ભામૈયા ચોકડી થી પરવડી સુધી કરોડોના ખર્ચે ફોર લેન્ડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. હાલ આ ફોર લેન્ડ માર્ગની કામગીરી કાર્યરત છે. આ ફોર લેન્ડ હાઈવે ઉપર પ્રભા નદી ઉપર આવતાં બ્રીજનું નવિનીકરણ કરવામાં આવ્યું છે. અને હજી કામગીરી ચાલું છે. ત્યાં નવા નિર્માણ પામેલા બ્રીજની સાઈડોમાં તિરાડો જોવા મળી રહી છે. જે બ્રીજની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ નથી. તેની ચાડી ખાય છે. ત્યારે નવા નિર્માણ પામેલ બ્રીજને પડેલ તિરાડોની મરામત કરીને બ્રીજની ટકાઉ શકિત વધારે તે જરૂરી છે.
ગોધરા શહેર માંથી પસાર થતાં નેશનલ હાઈવે ૫૯ જે દાહોદને જોડતો હોય છે. આ માર્ગને પહોળા કરીને ફોર લેન્ડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદ હાઈવે ભામૈયા ચોકડી થી પરવડી ચોકડી સુધીનો ફોર લેન્ડ હાઈવે બનાવવામાં આવ્યો છે. મોટાભાગની કામગીરી પુરી થવા આવી છે. આ નવા બનતા ફોર લેન્ડ હાઈવેમાં આવતાં બ્રીજો પણ નવા બનાવવામાંં આવ્યો છે. તેમાં દાહોદ હાઈવે ઉપર પ્રભા નદી ઉપરના વર્ષો જુના બ્રીજને તોડીને નવો બ્રીજ નિર્માણ કરવામાં આવ્યો છે. અને હાલ બ્રીજનું કામ પૂર્ણતાના આરે છે. નવા બનેલ બ્રીજ થી લોકોમાં આનંદ જોવા મળ્યો છે. પરંતુ પ્રભા નદી પરનો વર્ષો પછી નવા બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ જાણે આ બ્રીજ બનાવવામાં ઉતાવળ કરવામાં આવી હોય અથવા બ્રીજ બનાવવાના મટીરીયલ્સની ગુણવત્તા જાળવવામાં આવી નથી. હજી બ્રીજની કામગીરી પૂરી થઈ નથી. ત્યાં નવા બનેલ બ્રીજની સાઈડોમાં તિરાડો જોવા મળી રહી છે. તે બ્રીજની ટકાઈ શકિત સામે પ્રશ્ર્નો થઈ રહ્યો છે. પ્રભા નદીમાં અનેક વખત પુર જેવી સ્થિતી નિર્માણ થતી હોય છે. તેવા સમય હાલમાં જે પ્રમાણે બ્રીજની સાઈડોમાં તિરાડો દેખાઈ રહી છે. તેને પુરવામાં નહિ આવે તો આ લાખો રૂપીયાના ખર્ચે નિર્માણ પામેલ બ્રીજ પ્રભા નદીમાં જો પુર જેવી સ્થિતીમાં પાણીનો પ્રવાહ વધે તો ધોવાઈ જાય તો નવાઈ નહિ. હાલ પ્રભા નદી ઉપર બનતા નવા બ્રીજની કામગીરી પુરી થયેલ નથી. ત્યારે બ્રીજ નિર્માણ કરતાં કોન્ટ્રાકટર દ્વારા બ્રીજની સાઈડોની દિવાલમાં પડેલ તિરાડો પુરવામાં આવે તો જરૂરી છે. નહિ તો લોકો ૧૦૦ વર્ષ અગાઉ બનેલ જુના બ્રીજની કામગીરી અને ગુણવત્તાની સરખામણી કરીને હાલમાં થતાં કામોમાં ચાલતા ભ્રષ્ટાચારના પરિણામે ટકાઉ અને મજબુત કામગીરી કરાતી નથી. તેવી ટીકા કરે તે પહેલા નવા નિર્માણ પામેલ બ્રીજની સાઈડોમાં પડેલ ઉભી તિરાડો પુરવાનો પ્રયાસ કરવામાં આવશે ખરો ?