વેજલપુર,કાલોલ તાલુકાના વેજલપુર ચલાલી રોડ ઉપર દાદાપીર ખાતે મકાનમાં વર્લ્ડકપ જંગનો ટી.વી.ઉપર લાઈવ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ જોઈ મોબાઈલ ફોન ઉપર બે ઈસમો ચાલે મેચે પૈસાની શરતો મારી ગોધરાના સટ્ટોડીયાને મોબાઈલ ઉપર લખાવતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી 60,050/-રૂપીયાના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ચલાલી રોડ ઉપર દાદાપીર ખાતે ધર્મેન્દ્રભાઈ ભાઈલાભાઈ પટેલના મકાનમાં બે આરોપી ઈસમો કમલેશ ઉર્ફે મહેશ કેશવભાઈ પટેલ, અમનકુમાર ધર્મેન્દ્રભાઈ પટેલ હાલમાં ચાલતા વર્લ્ડકપની મેચમાંં આર્થિક ફાયદો મેળવવા માટે ધરમાં એલ.ઈ.ડી. ટીવી ઉર સ્ટારસ્પોર્ટ ચેનલ ઉપર ચાલતી ભારત-પાકિસ્તાનની લાઈવ મેચનો સ્કોર જોઈ જુદાજુદા ગ્રાહકોમાં ડેરોલના અનિલ પટેલ, બન્ટો પટેલ તથા મોરવાના અલ્પેશ પટેલના સાથે તેઓના મોબાઈલ ફોનની ચાલે મેચે પૈસાની શરતો મારીને લખાવી ક્રિકેટ સટ્ટો રમાડતા હોય તે સ્થળે વેજલપુર પોલીસે રેઈડ કરી મોબાઈલ ફોન-3, એલ.ઈ.ડી.ટીવી, હિસાબના કાગળ, લાઈટબીલ મળી કુલ 60,050/-રૂપીયાના મુદ્દામાલ સાથે કમલો ઉર્ફે મહેશ પટેલ, અમન પટેલને ઝડપી પાડવામાં આવ્યા. જયારે બાકીના ઈસમો હાજર નહિ મળી આવતાં આ બાબતે પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.