ગોધરા લાલબાગ ટેકરી મેદાનમાં નશીલી દવાઓની 46 બોટલો સાથે 3 ઈસમો ઝડપાયા

ગોધરા, પંચમહાલ જિલ્લામાં નાર્કોટિકસ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ નાર્કોટિકસ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને એસઓજી પો.ઈ.આર.એ.પટેલને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ગાડીમાં કેટલાક ઈસમો દરરોજ રાત્રિના સમયે લાલબાગ ટેકરીના મેદાનમાં ગેરકાયદેસર રીતે નાર્કોટિકસનો મુદ્દામાલ કોડીન નશાકારક બોટલોનુ વેચાણ કરે છે. બાતમીના આધારે એસઓજી પો.ઈ.તથા ટીમ સાથે લાલબાગ ટેકરી પાસે જઈ વોચ કરતા બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી ગાડીમાં 3 ઈસમો બેઠા હતા. તેઓના નામઠામ પુછતા અલાઉદ્રીન મહેમુદ દિવાન(રહે.સાવલીવાડ, ગુલાબશા બાવાની દરગાહના ખાંચામાં),રાહુલ ઉર્ફે જંગો મહેશભાઈ ચોૈહાણ(રહે.સાવલીવાડ ડોકટર મીલવાળાની પાછળ)તથા હબીબખાન મોહંમદહુસેન પઠાણ (રહે.278-એ રેલ્વે કોલોની, જી.એલ.યાર્ડ ખાડી ફળિયા, ગોધરા)ના હોવાનુ જણાવેલ અને ગાડીની ઝડતી તપાસ કરતા ગાડીમાંથી કુલ 46 નંગ નશીલી દવાઓની બોટલોનો જથ્થો મળી આવેલ જેની કિ.રૂ.6,440/-, ગાડીમાં બે મોબાઈલ તથા રોકડ રૂ.9,000/- મળી કુલ રૂ.1,36,340/-નો મુદ્દામાલ કબ્જે કરી ગોધરા ટાઉન એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.