લીમખેડા તાલુકામાં સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચરનાર કુટુંબી કાકાને આજીવન સજા ફટકારતી કોર્ટ

લીમખેડા, લીમખેડા તાલુકાના એક ગામે આજથી અઢી વર્ષ અગાઉ એક પરિવારના વડીલો મજુરી અર્થે બહારગામ ગયા હતા અને તેઓના બાળકો ધરે હાજર હોવાથી બંને ભાઈ-બહેન કુવા ઉપર પાણી ભરવા ગયા હતા. આ દરમિયાન 11 વર્ષિય સગીરાને તેના જ કુટુંબી કાકા કહેવાતા ખુમાન નારૂ કલારાએ સગીરવયની ભત્રીજીના ધરે પાણી પીવડાવવાના બહાને બોલાવી સગીરાના મોઢે ઓઢણુ બાંધી દુષ્કર્મ આચર્યુ હતુ.જે દરમિયાન સગીરાનો ભાઈ આવી જતા ઉપરોકત કુટુંબી કાકાએ ભત્રીજાને લાકડીના ફટકા મારી જો આ વિશે કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ તેમ કહી ધાક ધમકીઓ આપી હતી. ત્યારબાદ કુટુંબી કાકાની વાસનાનો શિકાર થયેલી સગીરાએ પોતાના ધરે આવી વડોદરા મુકામે મજુરી અર્થે ગયેલા માતા-પિતાને બનાવ અંગે જાણ કરતા બીજા દિવસે સગીરાના માતા-પિતા ધરે આવી ઉપરોકત કુટુંબી કાકા ખુમાન નારૂ કલારા વિરુદ્ધ લીમેડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. જે બાદ લીમખેડા પોલીસે ઉપરોકત દુષ્કર્મના આરોપી ખુમાન નારૂ કલારાને ઝડપી જેલ ભેગો કર્યો હતો. આ કેસ લીમખેડા ત્રીજા એડિ.કોર્ટ તેમજ સ્પેશિયલ પોકસો કોર્ટના જજ મોહંમદ હનીફબેગ મીરઝાબેગની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલની ધારદાર દલીલો અને ગુનાની ગંભીરતાને જોતા બંને આરોપીઓને કસુરવાર ઠેરવી આઈપીસી કલમ 235(2), 376(ક,ખ)ની કલમ હેઠળ આજીવન કદ તેમજ 10 હજારનો દંડ તથા પોકસોની કલમ 5 અંતર્ગત આજીવન કેદ તેમજ 10 હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ તથા પીડિતાને વળતર પેટે બે લાખ રૂપિયા ચુકવવાનો આદેશ કરતા સમગ્ર કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.