તાલ’ ફેમ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું ૬૭ વર્ષની વયે નિધન

મુંબઇ, મનોરંજન જગતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી ભૈરવી વૈદ્યનું ૬૭ વર્ષની વયે નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતી.ભૈરવી વૈદ્યએ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું હતું.

ભૈરવી વૈદ્યની પુત્રી જાનકી વૈદ્યએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપતી એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સાથે જ તેની કો-સ્ટાર સુરભી દાસે ભૈરવી વૈદ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બંનેએ સિરિયલ ’નીમા ડેન્ઝોંગપા’માં સાથે કામ કર્યું હતું.