ઓલિમ્પિકમાં પણ હવેથી ક્રિકેટ રમાશે, ફોર્મેટમાં ટીમો વચ્ચે મેડલ સ્પર્ધા થશે

  • ૧૯૦૦માં પ્રથમ અને છેલ્લી વખત ક્રિકેટની રમતને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી હતી.

નવીદિલ્હી, આ વખતે વર્ષો પછી કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ક્રિકેટની રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમોએ એશિયન ગેમ્સમાં પુરૂષ અને મહિલા ક્રિકેટ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જે પછી ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્રિકેટને ઓલિમ્પિક ગેમ્સમાં ક્યારે સામેલ કરવામાં આવશે. હવે ચાહકોની રાહ પૂરી થઈ છે અને ક્રિકેટને પણ ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

૨૦૨૮માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય BCCIએ વધુ ૪ નવી રમતોને ઓલિમ્પિક ગેમ્સનો ભાગ બનાવી છે. ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ પાંચ રમતો ક્રિકેટ, બેઝબોલ, સોટબોલ, લેગ ફૂટબોલ અને સ્ક્વોશ છે. આઈઓસીના પ્રમુખ થોમસ બેચે પોતે આની જાહેરાત કરી હતી.

બેચે કહ્યું કે અમે આઇસીસી સાથે કામ કરીશું. અમે કોઈપણ દેશના વ્યક્તિગત ક્રિકેટ અધિકારીઓ સાથે કામ કરીશું નહીં. આઈસીસીના સમર્થનથી આપણે જોઈશું કે ક્રિકેટને કેવી રીતે વધુ લોકપ્રિય બનાવી શકાય. તમને જણાવી દઈએ કે ક્રિકેટ ૧૯૦૦માં પેરિસમાં એક વખત ઓલિમ્પિકનો ભાગ બની ચૂક્યું છે. પરંતુ ત્યારથી ક્રિકેટ ક્યારેય ઓલિમ્પિકનો હિસ્સો રહ્યો નથી.

એલએ ૨૮માં તેની રજૂઆત દરમિયાન,આઇસીસીએ પુરૂષો અને મહિલાઓ બંને માટે ૬-ટીમ ટી ૨૦ ઇવેન્ટની ભલામણ કરી હતી. ભાગ લેનારી ટીમોમાં કટ-ઓફ તારીખે ટોચના ૬ ક્રમાંક્તિ આઇસીસી પુરુષ અને મહિલા ટી ૨૦ રેન્કિંગનો સમાવેશ થશે.આઇસીસીએ ટી ૨૦ ફોર્મેટને શ્રેષ્ઠ ફોર્મેટ તરીકે પ્રસ્તાવિત કર્યું કારણ કે એલએ૨૮ અને આઇઓસી બંનેએ આગ્રહ કર્યો હતો કે ફોર્મેટ એ જ હોવું જોઈએ જેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હોય (ઉદાહરણ તરીકે,ટી ૧૦ ફોર્મેટ નકારવામાં આવ્યું હતું), તેનો ટૂંક સમયગાળો હતો ( એટલે કે,વનડેની બહાર) અને પ્રેક્ષકો તરફથી ઘણો રસ હતો.