નવીદિલ્હી, આંખો એ દરેક વ્યક્તિ માટે ખુબજ મહત્વનું અગં છે જયારે ઉમર વધતા કે અન્ય કોઈ કારણોસર આંખોને નુક્સાન થાય છે ત્યારે જાણે વ્યક્તિનું જીવન જ થંભી જાય છે અંધત્વના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને દર વર્ષે લગભગ ૨.૨૫ લાખ કરોડ પિયાનું નુક્સાન થઇ રહ્યું છે જોકે દેશમાં આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરી આંખના દર્દેાને નિયંત્રિત કરી શકાય છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ એજન્સી ફોર ધ પ્રિવેન્શન ઓફ બ્લાઈન્ડનેસ (આઈએપીબી) અને જોન્સ હોપકિન્સ યુનીવર્સીટીના અભ્યાસમાં આ હકીક્ત સામે આવી છે.
આ અભ્યાસ સાથે સંકળાયેલા પ્રોફેસર કેવિન ફ્રિકે જણાવ્યું હતું કે વિશ્ર્વમાં ૫૦ થી ૬૫ વર્ષની વયના લોકોમાં મોતિયો અને નબળી દ્રષ્ટ્રિને કારણે થતા આર્થિક નુક્સાનની ગણતરી કરવામાં આવી હતી આ યાદી માં ચીન નું નામ સૌથી ઉપર હતું નાગરિકોના અંધત્વના કારણે ચીનને દર વર્ષે લગ ભગ ૭.૯૯ લાખ કરોડ પિયાનું નુક્સાન વેઠવું પડે છે જયારે અમેરિકામાં આ આંકડો માત્ર ૪.૧૬ લાખ કરોડ રૂપિયાનીની આસપાસ છે.
આઈએપીબીનું મુખ્યાલય લંડનમાં છે તે ઘણા બધા વૈશ્ર્વિક સંગઠનો સાથે જોડાયેલું છે તે અંધત્વ અને આંખો પર થતી આડ અસરના કારણો પર કામ કરી રહ્યું છે અભ્યાસ દરિમયાન જાણવા મળ્યું કે ૯૦ ટકા લોકોને જો સમયસર સારવાર મળે તો આંખોની સમસ્યાને નિવારી શકાય છે આઈએપીબીના સીઈઓ પીટર હોલેન્ડ ના જણાવ્યા પ્રમાણે આંખોની રોશની આજીવીકા માટે મહત્વની છે વ્યવસાયિક અને અંગત જીવન પર તેની ઐંડી અસર પડે છ. મહત્વનું છે કે ૧૨ ઓકટોબરે વિશ્વ દ્રષ્ટ્રિ દિવસ મનાવવામાં આવે છે તે અંતર્ગત વિશ્વ સ્તર પર જાહેર થયેલા આકડાઓ મુજબ ભારતમાં ૭ કરોડ લોકો અને વિશ્વ માં ૧૧૦ કરોડથી વધુ લોકો આંખોની સમસ્યાથી પીડિત છે રીપોર્ટ પ્રમાણે તેમાંથી ૩૦ ટકા લોકો બેકાર છે.