દારૂ પીનારા લોકોને અક્ષરધામ મળતુ નથી, પરંતુ દારૂ પીનારાઓને મળે છે કૈલાશનો વાસ

  • સનાતન ધર્મ તમારા બાપોના પણ બાપ છે, સંતો સીમા છોડી દેશે પછી ધોતિયા પકડીને ભાગતા નહીં: જ્યોતિર્નાથ મહારાજ

સાબરકાંઠા: સાળંગપુરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ વિવાદસ્પદ ભીંતચિત્રો મૂકીને સનાતન ધર્મના લોકોની લાગણી દુભાવવાળી ઘટનાની શાહી હજું સુકાઈ નથી, ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્વામિનારાયણના વધુ એક સાધુએ બફાટ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે દારૂ પીનારા લોકોને અક્ષરધામ મળતુ નથી, પરંતુ દારૂ પીનારાઓને મળે છે કૈલાશનો વાસ. આ નિવેદન આપીને ફરી લોકોની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે.

વધુ એક સ્વામિનારાયણ સાધુએ ભગવાન શિવ અંગે અભદ્ર ટિપ્પણી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે જો તમે એક નિયમ ચુકી ગયા તો અક્ષરધામ નહીં પણ કૈલાશધામ મળે છે. સાધુએ અક્ષરધામને કૈલાશ કરતાં ઉંચુ સ્થાન ગણાવીને નશા મુક્ત લોકો અક્ષરધામ જાય છે તેમ જણાવ્યું હતું. 

સ્વામિનારાયણ સંતના બફાટ પછી જ્યોતિર્નાથ મહારાજ આકરા પાણીએ જોવા મળ્યા હતા અને મૂંહતોડ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સનાતન ધર્મ તમારા બાપોના પણ બાપ છે તેમ જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે જો સનાતન ધર્મના સંતો પોતાની સીમા છોડી દેશે તો પછી ધોતિયા પકડીને ભાગતા નહીં. હવે અમે સહન નહીં કરીએ. બોલ્યા પછી માફી માગી લે છે પણ વીડિયો હંમેશા રહે છે. વીડિયોનો અભ્યાસ કર્યા પછી ફરિયાદની પણ તૈયારી છે તેમ જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું. સ્વામિનારાયણ વર્સિસ સનાત ધર્મના આ શાબ્દિક યુદ્ધમાં હવે સાધુ સંતો પણ શબ્દોની મર્યાદા ભૂલી રહ્યાં છે.

સ્વામિનારાયણ સંતના બફાટવાળા આ વીડિયો પર જ્યોતિર્નાથ મહારાજે આકરી ટિપ્પણી કરી છે અને કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવે છે અને કબ્યું કે હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા કરાતા બફાટને સાંખી નહીં લેવાય.