અમદાવાદ, દુનિયાભરના લોકો આતંકી સંગઠન હમાસ સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો અને અનેક નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા. ઇઝરાયલ હવે પોતાના નાગરિકોના મોતનો બદલો લેવામાં વ્યસ્ત છે. ભારત પણ ઈઝરાયેલની સાથે છે. દરમિયાન, પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાને વર્લ્ડ કપમાં રમી પોતાની સદી ગાઝાના લોકોને સમપત કરી. રિઝવાને હૈદરાબાદમાં શ્રીલંકા સામે વર્લ્ડ કપ મેચમાં ૧૩૧ રનની અણનમ ઇનિંગ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. રિઝવાને ફરી એકસ પર ગાઝાના સમર્થનમાં લખ્યું.
હવે ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. રિઝવાનના ટ્વીટ પર જ્યારે તેને સવાલ પૂછવામાં આવ્યો તો બાબરે કહ્યું, ’તમે માત્ર ક્રિકેટની વાત કરો છો. અત્યારે તમે એક અલગ જ બાબતની વાત કરી રહ્યા છો. તમને જણાવી દઈએ કે, દુનિયાના સિલેક્ટેડ દેશો આતંકી સંગઠન હમાસને સમર્થન આપી રહ્યા છે. વાસ્તવમાં, તેઓ ગાઝાના લોકોના સમર્થનમાં છે, તેમાંથી એક પાકિસ્તાન છે. વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની જીત બાદ મોહમ્મદ રિઝવાને સોશિયલ મીડિયા પર તેની સદી ગાઝામાં સ્થાયી થયેલા પેલેસ્ટિનિયન લોકોને સમર્પિત કરી હતી.
પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન રિઝવાને શ્રીલંકા સામે સદી ફટકાર્યા બાદ લખ્યું, ’આ ગાઝામાં અમારા ભાઈ-બહેનો માટે છે. વિજયમાં ફાળો આપી ખુશ. તેને સરળ બનાવવાનો શ્રેય સમગ્ર ટીમ અને ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે. હૈદરાબાદના લોકોનો તેમના અદ્ભુત આતિથ્ય અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આટલું જ નહીં આઇસીસીને રિઝવાન સામે કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યું હતું.