કારખાનાના માલિકોએ ઢોર માર મારી બે શ્રમિકને મારી નાખ્યા

રાજકોટ, રાજકોટના ભાવનગર રોડ પર શક્તિ સોસાયટી નજીક આવેલ સિલ્વરનેસ્ટ સોસાયટીમાં ડબલ મર્ડરની વરદાત સામે આવી.સિલ્વર સોસાયટીમાં એમ.બી.એસ. ઓર્નામેન્ટ્સ ના કારખાનમાં બે પરપ્રાંતિય મજૂરોની થઇ હત્યા થતા ક્રાઇમ બ્રાન્ચ સહિત નો પોલીસ નો કાફલો પહોંચ્યો હતો. પોલીસે ચોરીની આશંકાએ માર મારતા હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યો.

સમગ્ર મામલે ડીસીપી ઝોન  ૧ સજ્જન સિંહ પરમારનું નિવેદન આવ્યું સામે મૃતક રાહુલ એમબીએસ ઓર્નામેન્ટ્સ નામના કારખાનામાં કામ કરતા હતો. મૃતક રાહુલ ઓર્નામેન્ટ્સમાં થી માલસમાન ચોરી કરતો ત્યાર બાદ ચોરી કરેલો માલ મીનું ને પહોંચાડતો હતો. કારખાનાના માલિકે રાહુલને ચાંદી ચોરતા પકડયો હતો અને રાહુલ અને મીનુ ને કારખાનામાં લઇ અવાયા હતા.કારખાના ના માલિક સાગર સાવલિયા, મેનેજર વિપુલ મોલિયા, હિમાલય, ધવલ તેની સાથે મજૂરો કોન્ટ્રાકટર તન્મય અને પ્રદીપેએ મૃતક રાહુલ અને મીનુ ને લાકડાના ધોકા અને પાઇપ થી માર માર્યો હતો. તન્મય અને વિપુલને કારખાનામાં થી ત્રણ કિલો ચાંદીની અછત સામે આવી હતી. રાહુલ પર વોચ રાખતા તેની પાસેથી ૧૦૦ ગ્રામ ચાંદી મળી આવ્યું હતું. ત્યાર બાદ બંને ને કારખાને લઇ જઇ મરાયો હતો માર અને બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે હજુ પણ કોઈ ની સંડોવણી છે કે કેમ સમગ્ર મામલે તપાસ શરૂ છે. અત્યાર સુધી કુલ ૬ ની અટકાયત કરવામાં આવી છે.