અહો આશ્ચર્યમ….દે.બારીયા નગરપાલિકાનો વધુ એક ભ્રષ્ટાચાર : ટાઉન પ્લાનરની ભરતીના મહત્વના રેકર્ડની ફાઈલ ગાયબ

અહો આશ્ચર્યમ….દે.બારીયા નગરપાલિકા નો વધુ એક ભ્રષ્ટાચાર..દેવગઢ બારીયા નગરપાલિકા માં ટાઉન પ્લાનર ની ભરતીના મહત્વના રેકર્ડ ની ફાઈલ ગાયબ કરી દેવામાં આવી…દાહોદ જિલ્લા માં આવેલ દેવગઢ બારીયા નગરપાલિકા ના દિવસે ને  દિવસે કૌભાંડો બહાર આવતા જાય છે.દેવગઢ બારિયા ના જાગૃત નાગરિક દ્વારા તા.૧૯.૦૪.૨૦૧૯ ના રોજ આર. ટી.આઇ દ્વારા માહિતી માંગવામાં આવી હતી.

તેના અનુસંધાને નગર પાલિકા એ આ અરજી  કલેકટર શ્રી દાહોદ ને તબદીલ કરી હતી પંરતુ કલેકટર શ્રી દ્વારા પણ સમય મર્યાદા માં માહિતી મળેલ ન હતી જેથી જાગૃત નાગરિક સંજય પરમાર દ્વારા પ્રાદેશિક કમિશનર નગરપાલિકા વડોદરા ને પ્રથમ અપીલ કરવામાં આવતા તેઓ દ્વારા નગરપાલિકા ને મૌખિક હુકમ કરવામાં આવેલ કે દિન ૭ માં અરજદાર ને તમામ માહિતી પૂરી પાડવાની રેહશે.તેમ છતાં માહિતી મળેલ ન હતી. જેથી અરજદાર ને ના છૂટકે તકેદારી આયોગ ગાંધીનગર ને અરજી કરવી પડી. શું અરજદાર ને ન્યાય મળશે? દેવગઢ બારિયા નગર પાલિકા ની ટાઉન પ્લાનર ની ભરતી માં થયેલ મોટી રકમ ની લેવડ દેવડ અને ગેરરીતિ બહાર આવશે? ઉમદેવારો સાથે થયેલ અન્યાય સામે તકેદારી આયોગ ન્યાય અપાવશે?  હકીકત માં  દેવગઢ બારીયા નગર પાલિકા ની જવાબદારી હોય કે તમામ ભરતીની ઓરીજીનલ ફાઈલ તેમના દફતરે રાખવાની હોય. પરંતુ દેવગઢ બારીયા નગરપાલિકા તો જે ઉમેદવારો એ ભરતી માટે પરીક્ષા આપેલ હતી તે ઉમેદવારો  માટે “મગરમચ્છ” જેવી પુરવાર થઈ મહત્વ ના ડોક્યુમેન્ટ ની ફાઈલ જ ગળી ગઈ.જો સદર દેવગઢ બારિયા ટાઉન પ્લાનર ની ભરતી ની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો કેટલાય ને ઘરે બેસવાનો વારો આવે તેમ છે અને ખરેખર જે ઉમદેવાર આ ભરતી માટે લાયક હતા તેમને ન્યાય મળી શકે તેમ છે..આવા તો કેટલાય કૌભાંડ આચરવામાં આવ્યા છે તેની ચર્ચા દેવગઢ બારીયા ની પ્રજા જાણવા માંગે છે.જો તકેદારી આયોગ ગાંધીનગર તરફથી પણ યોગ્ય ન્યાય ના મળ્યો તો આ અરજદાર ની હાઈકોર્ટ ના દ્વાર પણ ખખડાવવા ની તૈયારી છે કેમકે  સરકારી જમીન માં ગેરકાયદેસર બાંધકામ બાબતે જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટ માં એક કેસ ચાલી જ રહ્યો છે. કેમકે તેમાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.