
મુંબઇ, ૨ દાયકા પહેલા સિનેમા જગત પર રાજ કરતી એક જોડી હતી શાહરૂખ અને કાજોલ. ૨૫ વર્ષ પહેલાં શાહરૂખ અને કાજોલની જોડીને રોમાન્ટિક જોડી માનવામાં આવતી, એટલું જ નહીં જે તે સમયે આ જોડી બોલીવુડની હિટ જોડી હતી. લોકો શાહરૂખ ખાન અને કાજોલને જોવા માટે રીતસરની રાહ જોતા હતા. ત્યારે હવે ફરીથી આજ રોમાન્ટિક જોડી લોકોના દિલ જીતવા માટે આવી રહી છે.
રાહુલ ખન્ના અને અંજલિ શર્માની લવ સ્ટોરી લગભગ મોટા ભાગના લોકોને યાદ હશે. જેને શાહરૂખ અને કાજલે ફિલ્મી પડદે અભિનયથી કંડાર્યા હતા. જીહા, અમે વાત કરી રહ્યા છીએ શાહરૂખ-કાજોલની સુપરહિટ મુવી કુછ કુછ હોતા હે વિશે. શાહરૂખ અને કાજોલની ફિલ્મ કુછ કુછ હોતા હૈ ને ૧૬ ઓક્ટોબરે ૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. હાલના સફળ ડાયરેક્ટર કરણ જોહરે આજ ફિલ્મને ડાયરેક્ટ કરીને બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી હતી. ત્યારે આ ખાસ અવસર પર આ સુપર હિટ ફિલ્મ ફરી સિનેમા ઘરોમાં રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અને આ અંગે કરણ જોહરે જાહેરાત પણ કરી દીધી છે.
કરણ જોહરે કુછ કુછ હોતા હૈ ફિલ્મ સાથે જ બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ કર્યુ હતુ. અને આ ફિલ્મ એટલી હિટ રહી હતી કે આજે ૨૦ દાયકા બાદ પણ જો આ ફિલ્મના સોંગ વાગે તો લોકો આપો આપ તે ગીતો ગાવા મજબૂર થઈ જાય છે. ત્યારે પોતાની ડાયરેક્ટ કરેલી ફિલ્મને ૨૫ વર્ષ પૂર્ણ થતાં કરણ જોહરે આ ફિલ્મને રિ-રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ પણ યોજાશે. ત્યારે હવે આપણે સૌ કોઈ ફરી સિનેમા ઘરોમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીને એક્સાથે જોઈ શકીશું.
કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જેવી આ ફિલ્મની રિલીઝની જાહેરાત કરી કે જોતજોતામાં તો બધી જ ટિકિટો વેંચાઈ પણ ગઈ હતી. આવું એટલા માટે થયુ કારણ કે કરણ જોહરે શાહરૂખ અને કાજોલના ફેન્સ માટે ટિકિટના ભાવ એકદમ સસ્તા રાખ્યા હતા.
એક રિપોર્ટ પ્રમાણે આ ટિકિટના ભાવ માત્ર ૨૫ રૂપિયા જ હતા, એટલી તમામ ટિકિટ વેંચાઈ ગઈ છે અને થિયેટરો પર હાઉસ ફૂલના પાટીયા લાગી ગયા છે. ત્યારે હે આ ફિલ્મ ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મુંબઈના વર્સોવામાં આવેલા પીવીઆર આઈકોનમાં સાંજે ૭ અને ૭.૧૫ના શોમાં જોવા મળશે.