અમદાવાદ, વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. બંને ટીમો ૧૪ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ વર્લ્ડ કપની સૌથી મહત્વપૂર્ણ મેચોમાંની એક છે.અમદાવાદના આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ માટે એક અભેદ્ય કિલ્લામાં પરિવતત કરવામાં આવ્યું છે.
ભારત-પાકિસ્તાનની હરીફાઈને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્પર્ધા માટે સમગ્ર અમદાવાદ શહેરમાં વિવિધ એજન્સીઓના ૧૧ હજારથી વધુ સ્ટાફ તૈનાત રહેશે.મીડિયા અહેવાલો અનુસાર, સુરક્ષામાં કાઉન્ટર-ટેરર ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, રેપિડ એક્શન ફોર્સ, હોમગાર્ડ અને ગુજરાત પોલીસનો સમાવેશ થાય છે.
મેચ દરમિયાન સુરક્ષા કર્મચારીઓની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ મેચ દરમિયાન તૈનાત કરવામાં આવશે. હકીક્તમાં, અમદાવાદ પોલીસને ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ઈ-મેલ દ્વારા ધમકી મળી હતી.
આપને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની આખી દુનિયા રાહ જોઈ રહી છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ જેવી મોટી ઈવેન્ટમાં બંને ટીમો આમને-સામને ટકરાશે તો ઉત્તેજના ચરમસીમાએ રહે છે.