Surat : સુરત(Surat) શહેરના સિંગણપોરમાં એક યુવક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો પોલીસ સમક્ષ આવ્યો છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ 4 શખ્સોએ એક યુવક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હોવાની પોલીસને ફરિયાદ મળતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરોપી ચારેય શખ્સોને પોલીસેઝડપી લીધા છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સિંગણપોરમાં આવેલા ડભોલી બ્રિજ પાસે આ બનાવ બન્યો હતો. સૂત્રો અનુસાર અહીં એક યુવકને પહેલા તો મળવા બોલાવ્યો જે બાદ આરોપી શખ્સોએ પોતે પોલીસની ઓળખ બતાવી પીડિત યુવકને ફસાવી દેવાનો ભય બતાવી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આખી ઘટનામાં હીન માનસિકતા દેખાડવાની હદ ત્યારે વટાવી દેવાઈ હતી જયારે પીડિતનો વીડિયો પણ ઉતારી લેવાયો હતો. વીડિયો મારફતે બ્લેકમેલ કરીને રૂપિયા 15 હજાર પણ પડાવી લેવાયા હોવાનો પોલીસને કરાયેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.
ઉલ્લેખનીય છે, આ યુવકનો એપ્લિકેશન મારફતે શખ્સો સાથે સંપર્ક થયો હતો જે બાદ શખ્સોએ મળવા બોલાવતા યુવક પહોંચી ગયો હતો પરંતુ મિત્રતા બાંધવાના સ્થાને તેની સાથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું. ઘટના સામે આવ્યા બાદ પોલીસે ચારેય શખ્સોને ઝડપી લીધા છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.