આગામી પાંચ વર્ષોમાં સહકારી બેંકોમાં રૂ.૫.૫ લાખ કરોડથી બે ગણી કરીને રૂ.૧૧ લાખ કરોડ કરવાની જરૂર

  • સહકારથી જ આર્થિક વિકાસ થાય અને પ્રત્યેક વ્યક્તિ આવક જ દરેક નાગરિકની સમૃદ્ધિની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે: અમિત શાહ

નવીદિલ્હી, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક (એનએએફસીયુબી નેફકેબ)એ ગૃહપ્રધાન અમિત શાહના અધ્યક્ષસ્થાને અગ્રણી અર્બન કોઓપરેટિવ બેન્ક અને સ્ટેટ ફેડરેશન્સનું કોક્ધલેવ (સભા) યોજી આવી હતી. આ કોક્ધલેવમાં ગૃહ અને સહકારપ્રધાને વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં સહકારી સમિતિઓની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે સહકારથી જ આર્થિક વિકાસ થાય અને પ્રત્યેક વ્યક્તિ આવક જ દરેક નાગરિકની સમૃદ્ધિની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે અને સહકારથી જ ૬૦ કરોડ લોકો માટે સમૃદ્ધિનો રસ્તો બને છે, જેને પાયાની જરૂરિયાતોને સરકાર દ્વારા ટેકો પૂરો પાડવામાં આવે છે.

તેમણે સહકારથી યુસીબીને મજબૂત અને આધૂનિક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ સહકાર ક્ષેત્રે નાણાકીય શિસ્તનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષોમાં સહકારી બેંકોમાં રૂ. ૫.૫ લાખ કરોડથી બે ગણી કરીને રૂ. ૧૧ લાખ કરોડ કરવાની જરૂર છે અને ભવિષ્યમાં વિસ્તરણ માટે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ.

નેફકેબે અર્બન કોઓપરેટિવ બેંકોની સામે આવતા પડકારોનો ઉકેલ લાવનારા ગૃહપ્રધાન અમિત શાહ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે નવી દિલ્હીના ભારત મંડપમમાં આ કોક્ધલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોક્ધલેવમાં અર્બન કોઓપરેટિવ બેંકો માટે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશનની રચના કરવાની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી, જે આરબીઆઇના માર્ગદર્શનમાં સેલ્ફરેગ્યુલેશન ઓર્ગેનાઇઝેન તરીકે કામ કરશે. આ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન યુસીબી માટે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળની સહાય માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ કોક્ધલેવમાં સહકાર મંત્રાલયના સચિવ જ્ઞાનેશ કુમાર સહિત મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કોક્ધલેવમાં સારસ્વત બેન્ક , શામરાવ વિઠ્ઠલ કોઓપરેટિવ બેન્ક , કોસમોસ બેન્ક ટીજેએસબી કોઓપરેટિવ બેન્ક અને કાલુપુર બેન્કને એમની ઉત્કૃષ્ટ કામગીરી અને સહકારી સમિતિઓની સુધીની પહોંચ માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા. દેશમાં આશરે ૧૫૦૦ યુસીબી છે, જેમાં આઠ કરોડ ડિપોઝિટ એકાઉન્ટ્સ છે. આ બેંકો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે, જેમાં શાખાના વિસ્તરણ અને પ્રાથમિક ક્ષેત્રે ધિરાણના લક્ષ્યાંકો સામેલ છે. હાલમાં નવા સ્થપાયેલા સહકાર મંત્રાલયના સહકારથી યુબીસીમાં એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે. આ બેંકો હવે નવી શાખા, વન ટાઇમ સેટલમેન્ટ, ડોર સ્ટેપ બેન્કિંગનો અમલ અને પ્રાથમિક સેક્ટરમાં ધિરાણના લક્ષ્યાંકોને સુધારી શકે છે. આ કોક્ધલેવમાં કોસમોસ બેન્ક , અભ્યુદય કોઓપરેટિવ બેન્ક સહિત કોઓપરેટિવ બેન્કની મોટા ભાગની સહકારી સંસ્થાઓ હાજર રહી હતી. તેમણે આ ક્ષેત્રએ યુવા પ્રોફેશનલોને લાવવા માટે ઇજન આપ્યું હતું.