પ્રેમ સંબંધમાં સેક્સ કરવું એ બળાત્કારની શ્રેણીમાં ન આવી શકે.

પટણા, પટના સિવિલ કોર્ટે કહ્યું કે પ્રેમ સંબંધમાં સેક્સ કરવું એ બળાત્કારની શ્રેણીમાં ન આવી શકે. પટના સિવિલ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન જજ (પ્રથમ) સંગમ સિંહે સુનાવણી દરમિયાન આ વાત કહી.તેમણે પુરાવાના અભાવે બળાત્કારના આરોપમાંથી આરોપીઓને નિર્દેાષ જાહેર કર્યા. એક ચુકાદામાં જસ્ટિસ સિંહે કહ્યું હતું કે પીડિતા પુખ્ત વયની હતી અને આરોપી વિપિન કુમાર ઉર્ફે વિપિન લાલ સાથે પ્રેમ સંબંધમાં હતી અને કોર્ટમાં સાબિત થયું હતું કે તેઓએ સહમતિથી શારીરિક સંબંધો બાંધ્યા હતા.

કેસની સુનાવણી દરમિયાન, તે સ્પષ્ટ્ર થઈ ગયું કે ફરિયાદીનો આરોપી સાથે નાણાકીય વિવાદ હતો, જેના પછી તેણે પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી. જોકે, તે કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી.ફરિયાદીએ ૨૦૧૫માં પટના જિલ્લાના અથમલ ગોલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. પટના સિવિલ કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ જિલ્લા પોલીસે વિપિન કુમાર વિદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ મામલાની નોંધ લીધી હતી અને કેસને પટના સિવિલ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજને ટ્રાન્સફર કર્યેા હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૧૫માં પટના જિલ્લાના અથમલગોલા પોલીસ સ્ટેશનમાં આ ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે બળાત્કારના આરોપને સાચા માનીને ચાર્જશીટ દાખલ કરી હતી. સંજ્ઞાન લેતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ રેકોર્ડ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજને ટ્રાયલ માટે મોકલી આપ્યો હતો. કોઈ પુરાવા ન મળતા કોર્ટે આરોપીઓને નિર્દેાષ છોડી મૂકયા હતા.

બીજી તરફ, આ ફોજદારી કેસના રેકોર્ડમાં, બંને વચ્ચે પૈસાની લેવડ-દેવડનો કેસ હોવાનું જણાય છે. પુરાવાના અભાવે કોર્ટે આરોપી વિપિન કુમાર ઉર્ફે વિપિન લાલને નિર્દેાષ છોડી મૂકયો હતો