યાત્રાધામ પાવાગઢમાંં નવરાત્રી પર્વ દરમિયાન શ્રધ્ધાળુઓને પુરતી સુવિધા આપવા તંત્ર સજજ

ગોધરા,સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી નવરાત્રી મહોત્સવને અનુલક્ષીને સ્થાનિક તેમજ પરપ્રાંત માંથી આવતાં દર્શનાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા એસ.ટી. બસ, હંગામી ખાણીપીણીના સ્ટોલ, રોપ-વે તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 900 ઉપરાંત સુરક્ષા કર્મીઓને રાત-દિવસ ખડેપગે ફરજ બજવવા સાથેની સુવિધાઓ તંંત્ર અને મંદિર ટ્રસ્ટએ પુરતી સુવિધાઓ સાથે સુસજજ બન્યું છે.

પંચમહાલ જીલ્લાના ગૌરવરૂપ એવા શકિતપીઠ યાત્રાધામ મહાકાળી માતાજીના મંદિર પાવાગઢ એક શ્રધ્ધાનું કેન્દ્ર છે. રોજીંદા હજારોની સંંખ્યામાંં ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી મોટી સંખ્યામાંં અનુયાયીઓ પહોંચે છે. સાથે સાથે અહીં વર્લ્ડ હેરીટેઝ ઉપરાંત પ્રાકૃતિક રીતે સમૃદ્ધ હોવાના નાતે પ્રવાસીઓનો પણ વિપુલ પ્રમાણમાં ધસારો રહે છે. ખાસ કરીને નવરાત્રી પર્વ દરમિયાન શ્રધ્ધાળુઓની સંખ્યા લાખોમાં વરી જાય છે. નવરાત્રી દરમિયાન શ્રધ્ધાળુઓની આસ્થા મહાકાળી માતા પ્રત્યે સંકળાયેલી હોવાથી પરિવાર સાથે અહીં પહોંચીને ધન્યતા અનુભવતા હોય છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યાત્રાધામ પાવાગઢનો લાખોના ખર્ચે વિકાસ કરવામાંં આવતાં આકર્ષણનુંં કેન્દ્ર બનતા મુલાકાતીઓ વધી ગયા છે. નવરાત્રી દરમિયાન દર્શનાર્થે પહોંચતા શ્રધ્ધાળુઓની ભારે ભીડભાડ સર્જાવવાની સાથે માંચી થી લઈને મંંદિર સુધી લાંબી કતાર રહે છે. અને કલાકો સુધી દર્શનનો લાભ મળતો ન હોવાની સાથે જરૂરી સુવિધાઓના અભાવની ઉઠેલી ફરિયાદો બાદ જીલ્લા વહિવટી તંંત્રને મંંદિર ટ્રસ્ટના સંકલનમાં અગવડતાને દુર કરીને પુરતી સુવિધા ઉપલ્બધ કરાવવા માટે યોજાયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવે છે. વિકાસના નામે હાઈવે ઉપરના નાના-મોટા દુકાનોરૂપ દબાણો દુર કરવામાં આવ્યા છે. તેવી રીતે માંચી થી પગથીયા તરફ જતા આવેલી દુકાનો પણ સફાયો કરીને જગ્યા ખુલ્લી કરવામાંં આવી છે. પરંતુ યાત્રાળુઓને ચ્હા-પાણી તથા ખાણીપીણીની કોઇ તકલીફ ન પડે તે માટે હંંગામી ધોરણે સ્ટોલ ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પણ પાણીપુરવઠા દ્વારા પાણી ઉપ્લબ્ધ કરવામાં આવશે. ભારે ભીડ હોવાના કારણે ખાનગી વાહનો ઉપર પ્રતિબંંધ મુકવામાંં આવેલ છે. જેના કારણે યાત્રાળુઓને સમયસર એસ.ટી.બસ ઉપ્લબ્ધ કરાવાઈને દિવસ-રાત એસ.ટી.બસો દોડવવાનું નકકી કરવાની સાથે રાઉન્ડ ધી કલોક યાંત્રિક તથા તાંત્રિક સ્ટાફ તૈનાત કરવામાં આવે છે. પાવાગઢની તળેટીથી ઉતરીને માંંચી બસ સ્ટેન્ડ સુધી લેવા લઈ જશે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવનાર હોવાના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 900 ઉપરાંત સુરક્ષાકર્મીઓને ફરજ સુપ્રત કરવામાંં આવી છે. તેઓ 24 કલાક ખડેપગે ફરજ બજાવીને કોઇ ધકકા મુકી ન થાય, કોઈ ગુન્હાહિત પ્રવૃતિ ન થાય તે માટે બાજ નજર રાખીને શાંતિપૂર્ણ વાતાવરણમાંં દર્શનનો લાભ અપાવવામાંં મદદરૂપ થશે. એટલું જ નહિ અગાઉ મોબાઈલ કવરેજની ભારે સમસ્યા સર્જાતી આથી તંત્રના સુચન અનુસાર કંપનીઓ દ્વારા ટાવર ગોઠવીને કવરેજ નેટવર્ક વ્યવસ્થિત કરવાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. નવરાત્રી દરમિયાન પગપાળું સિવાયના યાત્રાળુઓને રોપ-વે સેવા મંદિરના દર્શન ખુલવાના એક કલાક પહેલા ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, મંદિર સવારે 4-00 વાગે ખુલે તો રોપ-વે સેવા 3-00 કલાકે ચાલુ થઈ જશે. એકમ, આઠમ અને પુનમના દિવસે રોપ-વે 4-00 વાગે બંધ થઈ જશે. નવરાત્રીના બાકી દિવસોમાં રોપ-વે 5-00 વાગે બંંધ થઈ જશે તેમ જાણવા મળ્યું છે.