જાંબુઘોડા, જાંબુઘોડા તાલુકાના આંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલા પોયલી ગામે રહેતા અને આધેડ વયની ઉંમરના એક વ્યકિતની લાશ જંગલ વિસ્તારના રસ્તા પાસે મળી આવી હતી.
જાંબુઘોડા તાલુકાના પોયલી ગામનો ઈશ્ર્વરભાઈ વનાભાઈ નાયક જે પોયલી ગામે રહે છે અને તેમનો પરિવાર મજુરી કરવા માટે બહાર રહેતા હોવાનુ જાણવા મળે છે. આ મૃતક ઈશ્ર્વરભાઈએ પોતાના પિતા સાથે પોયલી ગામે રહેતા હતા અને વનવિભાગમાં રોજમદાર તરીકેની ફરજ બજાવતા હતા તેઓ ફોઈના ધરે જઉં છુ કહી ધરેથી નીકળ્યો હતો. મરણ જનારનો ભત્રીજો પોયલી ગામેથી મોટી બેજ જવા માટે નીકળ્યો હતો જયાં રસ્તામાં બાઈકને પડેલી જોતા પોતાના કાકાની બાઈક હોવાનુ જણાતા ભત્રીજાએ પોતાની બાઈક ઉભી રાખી તપાસ કરતા તેને પોતાના કાકા ઈશ્ર્વરભાઈ હોવાનુ જણાયુ હતુ. જેથી બનાવની સમગ્ર હકીકત ધરના સભ્યોને કરતા ધરના વડીલો બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર બનાવની જાણ જાંબુઘોડા પોલીસને કરતા જાંબુઘોડા પોલીસે ધટના સ્થળ ઉપર જઇ મૃતકને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.