સંજેલી, સંજેલી તાલુકાના કરંબા ગામે બે કુટુંબી સાત વર્ષિય ભાઈઓ ધરના આંગણે ટાંકીના નળમાં ન્હાતા હતા તે દરમિયાન ચીકણી માટીમાં પગ લપસી થાળ વગરના કુવામાં પડી જતા બંનેના મોત નીપજયાં હતા.
સંજેલી તાલુકાના કરંબા ગામે રહેતા બે માસુમ કુટુંબી ભાઈઓ ધનરાજ સમસુભાઈ તાવિયાડ(ઉ.વ.7)અને સુક્રમ અર્જુનભાઈ તાવિયાડ(ઉ.વ.7)બંને ભાઈઓ માંડલી પ્રા.શાળામાં ધો-2માં અભ્યાસ કરતા હતા. તેઓ ધરના આંગણે આવેલા કુવા પાસે મુકવામાં આવેલ ટાંકીમાં મુકેલ નળમાં ન્હાતા હતા દરમિયાન અચાનક ચીકણી માટીમાં બંને ભાઈઓના પગ લપસી જતા ખુલ્લા પાણી ભરેલ કુવામાં બંને ભાઈઓ પડી ગયા હતા. બંને બાળકોને પરિવારજનો દ્વારા કુવામાંથી બહાર કાઢવામાં આવે તે પહેલા ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધટનાને પગલે પરિવારજનોમાં બુમાબુમ થતાં આસપાસના રહિશો પણ દોડી આવ્યા હતા. ત્યારે બંને બાળકોને પરિવાજનોએ સ્થાનિકોની મદદથી કુવામાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ બંને બાળકો મોતને ભેટ્યા હતા.