ગોધરા, ગોધરા શહેરમાં લીલેસરા વિસ્તારમાં આરોપી અ.લતીફ ઈસ્માઈલ વાઢેલ તથા અન્ય સહમાલિકોની ખેતીની જગ્યા આવેલી છે. જે જગ્યામાં ખેતી કરવા માટે અગાઉ પકડાયેલ આરોપી ગણપતભાઈ નેવલાભાઈ રાઠવાને ભાગે જગ્યા આપી હતી. તે ભાગે ખેતી કરતા હતા. જે ભાગ આવે તે માલિકો લઈ જતા હતા. જેથી જે બનાવ બનવા પામ્યો હતો. તેની પુરેપુરી જાણકારી આરોપી અ.લતીફ વાઢેલને હતી. બનાવમાં આ આરોપીએ ભેગા મળીને ખેતરની વાડમાં ડાયરેકટ વીજ કરંટ મુકતા બે લોકોના મોત નીપજયાં હતા. જે ગુનાના આરોપીએ પંચમહાલ જિલ્લાના એડિ.સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં આગોતરા જામીન અરજીની સુનાવણી થતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલો તથા પોલીસ તપાસના કાગળો ઘ્યાનમાં લઈને કોર્ટ દ્વારા આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.