સંજેલી, સંજેલી તાલુકામાં 13 કરોડના ખર્ચે શાળાઓમાં 102 નવા ઓરડા બનાવાશે. જેમાં હાલ 87 ઓરડાના કામ ચાલી રહ્યા છે. જયારે બાકીના 15 પૈકી 7 ઓરડાનુ ભુમિપુજન કરાયુ હતુ.
સંજેલી તાલુકાના પીછોડા, કાવડના મુવાડા, સંજેલીની પ્રાથમિક શાળાઓમાં રૂમોની ધટના કારણે ધો-1 થી 8માં અભ્યાસ કરતા બાળકોને ખુબ જ અગવડતા પડતી હોય તેના પગલે રાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 2025 જેટલા નવા ઓરડાઓની મંજુરી મળતા અંદાજિત રૂ.270 કરોડના ખર્ચે નવા ઓરડાઓ બનાવાશે. તાલુકામાં હાલમાં કુલ 102 ઓરડાઓ મંજુર થતાં કુલ રૂ.13 કરોડ ફાળવાયા છે. હાલમાં 87 નવા બાંધકામ ચાલી રહ્યા છે. જયારે પીછોડા નાળ ફળિયા વર્ગના 7 ઓરડા, કાવડાના મુવાડા ખાતે કે.જી.બી.વી.ભવન, સંજેલી તાલુકા કુમાર શાળાચના 1 બી.આર.સી.ભવન, સંજેલી તાલુકા ઈંગ્લીશ મીડિયમ સ્કુલના બે ઓરડાનુ ભુમિપુજન દાહોદના સાંસદ, ફતેપુરા ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ અને સંજેલી સરપંચની ઉપસ્થિતિમાં યોજાયુ હતુ.