સમગ્ર રાજ્ય સહિત ગોધરા નગરમાં હાલ “માં” આદ્યશક્તિના ભક્તો નવરાત્રી ની તૈયારીઓમાં પુરજોશમાં જોતરાઈ ગયા છે, જ્યારે નશાનો વેપલો કરતા અસામાજિક તત્વો યુવાધનને બરબાદીની રાહે લઈ જતા નશાનો કારોબાર વેગવંત બનાવવા નવા નવા ફોલ્ડરીયાઓ શોધવા નીકળી પડ્યા છે… જે બાબતને લઈને ગામમાં ચર્ચાઈ રહેલ ચર્ચાઓ મુજબ રાત્રીના આશરે 9 વાગ્યાના સુમારે નગરની સતર્ક એવી ગોધરા પોલીસે કોડીલયુક્ત નશા બોટલો સાથે અમુક યુવાનોને ઝડપી પાડયા હતા અને વધુ તપાસ કરી કોડીલયુક્ત નશાનો મોટા પાયે વેપલો કરતા અને સાવલીવાડ વિસ્તારમાં રહેતા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા હોવાની ચર્ચાઓ ચારે કોર ચાલી રહી છે…
આ ચર્ચાઓને લઈને નગરના સભ્ય સમાજમાં એકજ લાગણી પ્રસરાઈ રહી છે કે જિલ્લા પ્રસાસન કોડીલયુક્ત નશાનો કાળો કારોબાર કરતા આ અસામાજિક તત્વો પર ગુન્હો દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરે…