ઓસ્ટ્રેલિયાની સંસદના સ્પીકરે વડાપ્રધાન મોદીની સરખામણી રોકસ્ટાર સાથે કરી

નવીદિલ્હી, જી૨૦નું સફળતા પૂર્વક આયોજન કર્યા બાદ ભારતમાં હવે પી૨૦ સમિટની અધ્યક્ષતા માટે તૈયાર છે. આ ઈવેન્ટનું આયોજન નવી દિલ્હીમાં ૧૩ અને ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ કરવામાં આવશે. તેમજ ૧૩ ઓક્ટોબરના રોજ સંસદીય મંચનું આયોજન કરવામાં આવશે. આ સંમેલનમાં જી-૨૦ના સભ્ય દેશો અને આમંત્રિત દેશોના પ્રિસાઇડિંગ ઓફિસર અને ૧૦ ડેપ્યુટી સ્પીકર હાજરી આપશે.સંમેલનમાં ભાગ લેવા પહોચેલા ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ સભાના અધ્યક્ષ મિલ્ટન ડિકે ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, હું સ્થિરતા, જળવાયુ પરિવર્તનના મુદ્દા વિશે વાત કરીશ. આ આપણા બંન્ને દેશો માટે ઐતિહાસિક ક્ષણ છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ જોયો છે તે ખુબ સફળ રહ્યો છે.વડાપ્રધાનની યજમાની કરવી આપણા દેશ માટે સૌભાગ્યની વાત છે.” એક કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝે પીએમ મોદીની સરખામણી પ્રખ્યાત રોક સ્ટાર બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન સાથે કરી હતી.

તેમણે કહ્યું કે, મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસને યાદ કરતા કહ્યું કે, સિડનીમાં તેમનું સ્વાત થયું છે તે એક રોકસ્ટાર જેવું હતુ. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો તમે ઓસ્ટ્રેલિયા આવો તો ત્યાં ભારતીય મૂળના ૧૦ લાખ લોકો છે. આ માત્ર અમારા દેશને મજબુત બનાવતો નહિ પરંતુ તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના અમારા સંબંધોને પણ વધુ મજબુત બનાવે છે.તેમણે કહ્યું કે, બંન્ને દેશોના સંબંધો પહેલા કરતા પણ વધુ મજબુત થઈ રહ્યા છે.

આ સાથે મિલ્ટન ડિકે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા અને ભારત લોક્તંત્ર પ્રતિ પ્રેમ ધરાવે છે અને અમારી સંસદ સમયે સમયે મજબુત થઈ રહી છે. અમે સ્પીકર ઓમ બિરલા સાથે મુલાક્ત કરવા ઉત્સુક છીએ. જે દુનિયાભરમાં ખુબ સન્માનિત વક્તા છે.