
ગયા, જર્મનથી ૧૨ સભ્યોની વિદેશી ટીમ અહીં પહોંચી છે. જેમાં ૧૧ મહિલાઓ છે, જ્યારે એક પુરુષ છે. આ તમામ જર્મથી ગયા પહોંચીને ભારતીય વેશભૂષામાં પુરા વિધિ વિધાન સાથે પિંડદાન કરવા આવ્યા છે. આપને જણાવી દઈએ કે ગયામાં પિંડદાન માટે રશિયા, યુક્રેન અને જર્મની જેવા દેશોમાંથી ઢગલાબંધ તીર્થયાત્રીઓ ગયાજી પહોંચી રહ્યા છે. તેમના દ્વારા ગુરુવારે પિંડદાનનું કર્મકાંડ કરવામાં આવશે.
હકીક્તમાં જોઈએ તો, પિંડદાન પ્રત્યે વિદેશીઓની આસ્થા ખૂબ વધી રહી છે અને આ જ કારણ છે કે, જર્મની, રશિયા અને યુક્રેન સહિત અન્ય દેશોના તીર્થયાત્રી ગયાજી પિંડદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે આવા સમયે ક્યાંકને ક્યાંક સનાતન ધર્મ પ્રત્યે આ વિદેશીઓની આસ્થા વધી છે અને પોતાના પિતરોના મોક્ષની કામનાને લઈને ગયાજી પહોંચી રહ્યા છે.
વિદેશી તીર્થયાત્રીઓએ પણ કહ્યું કે, અહીં આવીને પિંડદાન કર્યા બાદ શાંતિ મળી છે. અમને લોકોને ધર્મ પ્રચારક લોકનાથ ગોડ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તેના ધર્મ વિશે જણાવવામાં આવ્યું હતું. આ કારણે અમે લોકો ગયામાં પિંડદાન કરવા માટે પહોંચ્યા છીએ.
તીર્થયાત્રીઓએ કહ્યું કે, અમે લોકો નથી જાણતા કે જે લોકો મરી જાય છે, તેમની આત્માની શાંતિ માટે પિંડદાન કરવામાં આવે છે. જ્યારે અમને લોકોને તેના વિશે જાણકારી મળી તો, અમે લોકો પણ ગયા પહોંચીને પિંડદાન કરી રહ્યા છીએ અને અમારા પૂર્વજોના મોક્ષની કામના કરી રહ્યા છીએ.તો વળી ઈસ્કોનના ધર્મ પ્રચારક અને વિદેશોમાં સનાતન ધર્મના પ્રચાર કરનારા લોકનાથ ગોડે જણાવ્યું કે, વિદેશી મહિલાઓએ વચ્ચે પિંડદાન અને પિતરોના મોક્ષની કામનાને લઈને આસ્થા વધી છે. આ જ કારણ છે કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ દર વર્ષએ ગયા પહોંચીને પિંડદાન કરે છે.
હાલમાં ત્રણ દેશોના વિદેશી તીર્થયાત્રી ગયાજી પહોંચ્યા છે. જેમાં જર્મનીના તીર્થયાત્રીઓએ બુધવારે પિંડદાન કર્યું. આ વિદેશી પિંડદાનમાં સ્વેતલાના, ઈરીના, કેવિન, નાતાલિવ, માગેર્રેટ, વેલેંટાઈન, અલિક સંતરા અને યૂલિયા સહિત સામેલ છે.