- મહિલા સાંસદોના મોટાભાગના પ્રશ્ર્નો સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ, રસ્તાઓ, સૂક્ષ્મ-લઘુ-મધ્યમ ઉદ્યોગો સાથે સંબંધિત હતા.
નવીદિલ્હી, સંસદમાં મહિલા સાંસદોનું મહત્વ તેમની સંખ્યાના આધારે સમજાયું છે, પરંતુ લોકશાહીના મંદિરમાં પૂછવામાં આવેલા પ્રશ્ર્નોના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે આના માધ્યમથી પણ તેઓ પોતાનું મહત્વ વધારી રહ્યા છે અને પુરુષો પોતાની સરકાર પર સવાલ ઉઠાવવામાં અસમર્થ છે. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના ડેટાના વિશ્લેષણના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શમિકા રવિ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
૧૮ મે ૨૦૦૯ થી ૧૮ મે ૨૦૧૪ સુધી ચાલી રહેલી ૧૫મી લોક્સભામાં ૬૪ મહિલા સાંસદો હતા. જેમાંથી ૨૫ કોંગ્રેસના અને ૧૪ ભાજપના હતા. આ બંને પક્ષોના કુલ સાંસદોના લગભગ ૧૨-૧૨ ટકા હતા. તેઓએ મળીને કુલ ૧૩૫ પ્રશ્ર્નો પૂછ્યા, જ્યારે પુરૂષ સાંસદોએ ૨૫૦થી વધુ પ્રશ્ર્નો પૂછ્યા. ૧૮ મે ૨૦૧૪ થી ૨૩ મે ૨૦૧૯ સુધી ચાલતી ૧૬મી લોક્સભામાં આ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. જેમાં લોક્સભામાં મહિલા સાંસદોએ ૨૧૮ પ્રશ્ર્નો પૂછ્યા હતા, જ્યારે પુરૂષ સાંસદોએ ૨૧૯ પ્રશ્ર્નો પૂછ્યા હતા, એટલે કે લગભગ સમાન. ૧૬મી લોક્સભામાં ૬૮ મહિલા સાંસદો હતા, જેમાં ભાજપના ૩૨ અને કોંગ્રેસના ચાર સાંસદો હતા.
અહેવાલ મુજબ, ૧૫મી લોક્સભામાં ભાજપના મહિલા સાંસદોએ પૂછેલા પ્રશ્ર્નોની સરેરાશ સંખ્યા ૩૫૫ હતી અને કોંગ્રેસની મહિલા સાંસદોની સંખ્યા ૫૮ હતી. તે સમયે કોંગ્રેસ સત્તામાં હતી અને ભાજપ વિપક્ષમાં હતું. રસપ્રદ આંકડા ૧૬મી લોક્સભાના છે, જ્યારે ભાજપ સત્તામાં આવી હતી. અહીં ભાજપના મહિલા સાંસદોએ તેમની જ સરકારને પૂછેલા પ્રશ્ર્નોની સરેરાશ સંખ્યા ૩૪૬ હતી. આ એ વાતનો સંકેત છે કે ભાજપમાં મહિલા સાંસદોને સશક્તિકરણ અને પ્રોત્સાહન મળ્યું છે.
રિપોર્ટ અનુસાર, મહિલા સાંસદોના મોટાભાગના પ્રશ્ર્નો સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ, રસ્તાઓ, સૂક્ષ્મ-લઘુ-મધ્યમ ઉદ્યોગો સાથે સંબંધિત હતા. આ સમાજના વંચિત અને નબળા વર્ગના પ્રશ્ર્નો છે. પુરૂષ સાંસદોના મોટાભાગના પ્રશ્ર્નો નાણા, સંરક્ષણ, વિદેશી બાબતો અને પીએમઓ સંબંધિત હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મહિલા સાંસદો આપણી લોકશાહીને વધુ ગતિશીલ બનાવી રહી છે અને આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના ક્ષેત્રો પર પણ ધ્યાન આપી રહી છે. આ એક ખૂબ જ પ્રોત્સાહક વલણ છે જે એ પણ ઉદાહરણ આપે છે કે કેવી રીતે નારી શક્તિ વંદન કાયદો લોકોના અવાજને વધુ મજબૂત કરશે.