
વનડે વર્લ્ડ કપ 2023ની વચ્ચે હવે ઈઝરાયલ-હમાસનું યુદ્ધ પણ આવી ગયું છે. પાકિસ્તાની સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને સદી ફટકારી હતી અને મેચ બાદ રિઝવાને પોતાની આ સદી ગાઝાનાં લોકોને સમર્પિત કરી હતી. જે બાદ ICC પાસે તેની સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી. હવે આ વિશે પોતાનો જવાબ આપ્યો છે..
વાત એમ છે કે વર્લ્ડ કપ 2023માં સોમવારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 131 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગની મદદથી પાકિસ્તાને 345 રનનો પહાડ જેવો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ જીત બાદ મોહમ્મદ રિઝવાને એક ટ્વિટ કરીને પોતાની સદી પેલેસ્ટિનિયન લોકોને સમર્પિત કરી હતી.
મોહમ્મદ રિઝવાનના આ ટ્વીટ બાદ ICC પાસે કાર્યવાહીની માંગ ઉઠી હતી. તેના પર ICCએ કહ્યું કે, ‘આ રમતના મેદાનની બહાર છે અને તેમના વિસ્તારમાં નથી. આ વ્યક્તિગત અને તેના ક્રિકેટ બોર્ડની વાત છે.’ એટલે કે રિઝવાન સામે જોઈ કાર્યવાહી થશે નહીં.
2019માં વનડે વર્લ્ડ કપ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની પોતાની ભારતીય સેનાના સપોર્ટમાં ખાસ ગ્લોવ્ઝ પહેરીને આવ્યાં હતાં. જેમાં ભારતીય સેનાનું ‘બલિદાન બેજ’ લાગેલ હતો. ત્યારે ICCએ ધોની સામે એક્શન લીધું હતું અને લોગોને હટાવવા માટે કહ્યું હતું. હવે ફેન્સે આ કિસ્સો યાદ કરીને રિઝવાન પર પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.