
તેલઅવીવ, ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ જ્યારે ઇઝરાયલના લોકો સામાન્ય દિવસની જેમ સવારે ઊઠ્યા ત્યારે દેશનો નઝારો જ બદલાઈ ગયો હતો. હમાસે વહેલી સવારે ઇઝરાયલ પર ૩૦૦૦થી પણ વધુ રોકેટો છોડીને ક્રૂર હુમલો કર્યો હતો, આ દરમિયાન ઇઝરાયલની સરહદ પાર કરીને હમાસના આતંકીઓ ઈઝરાયલના નાગરીકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો અને ચારેય તરફ બસ બર્બાદીનો માહોલ છવાયો હતો.
ગાઝા બોર્ડર પાસે સ્થિત ઘણા ઈઝરાયેલ ગામોમાં આવી જ હિંસા કરવામાં આવી છે, જેના પુરાવા મૃતદેહોના રૂપમાં સામે આવી રહ્યા છે. સિક્યોરિટી કેમેરા, મોબાઈલ ફોનના રેકોર્ડિંગ , ફોટોગ્રાફ વગેરેમાં રેકોર્ડ થયેલી ક્રૂરતા નજરે પડે છે. આતંકવાદીઓએ બસની રાહ જોઈ રહેલા લોકોથી લઈને રસ્તાઓ પર, ઘરોમાં, ઘરના લૉનમાં પણ હાજર લોકો સુધીની હત્યા કરી હતી. અહીં ગોળીઓથી છૂંદેલા સેંકડો મૃતદેહો મળી રહ્યા છે. બાળકોના લોહીથી લથપથ પારણા અને કાર અને રસ્તાઓ પર એક પછી એક મૃતદેહો જોવા મળી રહ્યા છે. સેનાના જણાવ્યા અનુસાર, ૧,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આતંકવાદીઓએ ૧૫૦ ઈઝરાયેલનું અપહરણ પણ કર્યું છે અને તેમને ગાઝા પટ્ટી લઈ ગયા છે, જેમાં મોટી સંખ્યામાં છોકરીઓ છે.
તેઓ હથિયારો સાથે સરહદ તોડીને ખેતરોમાં થઈને અહીં પહોંચ્યા અને ગોળીબાર શરૂ કર્યો. હુમલામાં બચી ગયેલા ૩૫ વર્ષીય આન્દ્રે પિયરીએ કહ્યું, ’હું એક સૈનિક રહ્યો છુંપ પરંતુ તે સમયે જે થયું તે મેં ક્યારેય જોયું નથી.’ ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર ૧૦૦થી વધુ હત્યાઓ કર્યા બાદ આતંકીઓએ અહીંથી મોટી સંખ્યામાં છોકરીઓને બંધક બનાવી લીધી હતી.બાઇકની વચ્ચે બેઠેલી એક છોકરીને બે આતંકવાદીઓ ઉપાડી ગયાનો વીડિયો જોઈને આખી દુનિયા ગુસ્સે છે, બીજા કેટલાક આતંકવાદીઓ તેના બોયફ્રેન્ડના હાથ બાંધીને તેને ધક્કો મારતા જોવા મળે છે. બચી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે તેમના મિત્રોના મૃતદેહો વચ્ચે આતંકવાદીઓ દ્વારા છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ઘણા વધુ વીડિયો સામે આવ્યા છે.