ગોધરા, ગોધરા તાલુકાના દામાવાવથી મહુલીયા જતા રોડ ઉપર છોટાહાથી ગાડીમાં કત્તલના ઈરાદે ક્રુરતા પૂર્વક લવાતાં બે પશુઓ લઈ આવતો હોય પોલીસને દેખી વાહન છોડી બે ઈસમો નાશી છુટીયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના દામાવાવ થી મહુલીયા જતા રોડ ઉપરથી પસાર થતા છોટાહાથી નં.જીજે.09.ઝેડ.9808માં કત્તલના ઈરાદે ડાલામાંં બે પશુઓ કિંમત 10,000/-રૂપીયાના ક્રુરતાપૂર્વક લવાતા હોય રોડ ઉપર પોલીસની ગાડી જોઈ છોટાહાથીનો ચાલક અને અન્ય ઈસમ ગાડી છોડી નાશી છુટીયા હતા. પોલીસે બે પશુઓ તથા વાહન કબ્જે લઈ આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પશુ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી.