ભારત-પાકિસ્તાન સહિત કેટલાય દેશોના ૨૨૦ કરોડથી વધારે લોકો જીવલેણ ગરમીનો સામનો કરવો પડશે.

નવી દિલ્હી: વૈશ્વિક તાપમાનને લઈને એક રિસર્ચમાં ડરામણો ખુલાસો થયો છે. રિસર્ચમાં કહેવાયું છે કે, જો વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું તો, ભારત-પાકિસ્તાન સહિત કેટલાય દેશોના 220 કરોડથી વધારે લોકો જીવલેણ ગરમીનો સામનો કરવો પડશે. રિસર્ચમાં કહેવાયું છે કે,તાપમાન વધ્યા બાદ લોકોમાં હીટસ્ટ્રોક અને હાર્ટ એટેકના ખતરા ખૂબ જ વધી જશે. રિસર્ચમાં કહેવાયું છે કે, ઉત્તરી ભારત, પૂર્વી પાકિસ્તાન, પૂર્વી ચીન અને ઉપ સહારા આફ્રિકાના સૌથી વધારે હાઈ હ્યૂમિડિટીવાળી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

પીયર-રિવ્યૂ જર્નલ પ્રોસીડિંગ્સ ઓફ ન નેશનલ એકેડમી ઓફ સાયંસિઝમાં છપાયેલી રિસર્ચ અનુસાર, તાપમાન વધ્યું તો, આ દેશોના લોકોને હાઈ હ્યૂમિડિટીવાળી હીટવેવનો સામનો કરવો પડશે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. રિસર્ચમાં કહેવાયું છે કે, વૈશિવક તાપમાન જળવાયું પરિવર્તનના કારણે વધી રહ્યું છે.

મોટી વાત એ છે કે, પૃથ્વીની વૈશ્વિક સપાટી પર તાપમાન પહેલાથી જ લગભગ 1.15 ડિગ્રી સેલ્સિયલ વધી ચુક્યું છે. ઔદ્યોગિક ક્રાંતિની શરુઆત બાદ આ વધારો મુખ્ય રીતે વિકસિત દેશો તરફથી વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડ છોડવા સાથે જોડાયેલી છે.

જળવાયુ પરિવર્તનને લઈને વર્ષ 2015માં 196 દેશોએ પેરિસ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો ટાર્ગેટ વૈશ્વિક તાપમાનમાં આવેલા વધારા પર પૂર્વ ઔદ્યોગિક સ્તરથી 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાનું હતું. જો કે, તેને લઈને દુનિયાના મુખ્ય જળવાયુ વૈજ્ઞાનિકોની બનેલી સંસ્થા ઈંટરગવર્નમેંટલ પૈનલ ઓન ક્લાઈમેટ ચેન્જે ડરાવી દીધા છે કે આ સંસ્થાનું કહેવું છે કે, દુનિયા આ સદીના અંત સુધીમાં એક બિઝનેસ એઝ અંતર્ગત તાપમાનમાં લગભગ 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.

IPCCએ ભલામણ આપી છે કે, જળવાયુ પરિવર્તનના વિનાશકારી પ્રભાવોને રોકવા માટે દુનિયાએ વર્ષ 2019ની તુલનામાં 2030 સુધી ઉત્સર્જનમાં અડધો કાપ કરવો પડશે. તેનાથી વૈશ્વિક તાપમાનમાં આવેલી તેજીને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત થઈ શકે છે. વૈશ્વિક એજન્સીઓનો દાવો છે કે, છેલ્લા ચાર મહિના જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર રેકોર્ડ પર સૌથી ગરમ રહ્યા છે. ચિંતાની વાત એ છે કે 2023 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બનવા જઈ રહ્યું છે.