Jamnagar : જામનગર જિલ્લાના લતિપુર ગામમાં બેન્કના મેનેજર દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી અને ફરાર થયો છે. બેન્ક માંથી ખેડૂતોને રકમ ભરવાની નોટીસો મળતા ખેડૂતોએ ધીરાણ ના કર્યુ હોવાનુ સામે આવ્યુ હતુ.બેન્કના અધિકારીએ કરોડો રૂપિયા ખેડૂતોના નામે ધિરાણ કર્યુ હોવાનો ખુલાસો થયો છે. ખેડૂતોએ બેન્ક અને પોલીસને કરી રજુઆત કરી છે.પોતાના નાણા સલામત રહે તે માટે લોકો સ્થાનિક બેન્ક પર ભરોસો મુકતા હોય છે.
પરંતુ જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલા લતિપુર ગામમાં ખેડૂતોને બેન્ક પર મુકેલો ભરોસો ટુટ્યો છે.અને ખેડૂતોની જાણ બહાર લાખો રૂપિયાનુ ધીરાણ બેન્કના અધિકારીએ કર્યુ છે. કોઈ ખેડૂતોના નામે, કોઈ મૃતકના ધીરાણ કરીને કુલ દોઢ કરોડથી વધુની રકમનું કૌંભાડ બેન્કના અધિકારીએ કર્યુ હોવાનો ખુલાસો થયો છે.
જામનગરના લતીપુરના કુલ 60 થી વધુ ખેડૂતોના નામે ધીરાણ કરીને આશરે દોઢ કરોડથી વધુની રકમ બેન્ક મેનેજર લઈને ફરાર થઈ ગયો છે. નાના ગામમાં ખેડૂતો સરકારી બેન્ક પર વિશ્વાસ રાખતા હોય છે.પરંતુ બેન્કના અધિકારીએ જ ખેડૂતોના નામે ધીરાણ મેળવીને કરોડો રૂપિયાની ઉચાપત કરીને ફરાર થયો છે.ખેડૂતોની જાણ બહાર તેમના ખાતામાં ધીરાણ મેળવીને કૌંભાડ કર્યું છે.
લતીપુરના ખેડુત લલિત આંણદાણીએ પોતાનું ખાતુ લતીપુરની સેન્ટ્રલ બેન્કમાં રાખ્યુ છે.જેમને બેન્કમાંથી 3 લાખની લોન લીધી હતી.જે પુર્ણ ભરીને નો-ડયુ સર્ટી બેન્કમાંથી મેળવ્યુ હતુ.પરંતુ સાત માસ બાદ બેન્કે નોટીસ આપી કે તેમના નામે 6 લાખનું ધીરાણ છે.જે તેમણે મેળવ્યુ નથી.હવે બીજુ ધીરાણ મળી શકતુ નથી.અને તેમના નામે બેન્કમાં 6 લાખનું ધીરાણ બોલતા તે બેન્કના દેવાદાર બન્યા છે.
બેન્ક મેનેજરે અનેક મૃતકના નામે ધીરાણ કરીને પૈસા મેળવ્યા, શાંતાબેન ઝાલાવડીયા જેમનું મૃત્યુ સાત વર્ષ પહેલા થયુ હતુ, પરંતુ તેમના નામે ધીરાણ જૂનમાં 3,30,000ની રકમ મેળવી.બેન્કમાં એન્ટ્રી કરતા માલુમ થયુ મૃતકના ધીરાણ કર્યુ છે.
લતીપુર બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નયનકુમાર સિંગ જુલાઈમાં બે સપ્તાહની રજા પર ગયા હતા.ત્યારે બેન્કમાં ખાતેદારો એન્ટ્રી કરતા સામે આવ્યુ કે તેમના નામે ધીરાણ થયુ છે.જે ખાતેદારો કર્યુ ના હોવાનું સામે આવ્યુ હતુ.જેની જાણ મેનેજરને થતા ત્યારથી મેનેજર ફરી ફરજ પર હાજર થયા નથી.બેન્ક વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.સેન્ટ્રલ બેન્કના ઉચ્ચ અધિકારી અને પોલીસ દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી છે. જે તપાસ બાદ કૌંભાડનો સાચો આંકડો બહાર આવશે.