ભારત અને પાકિસ્તાનની મેચમાં બે હજાર કરોડથી વધારાનો સટ્ટો રમાશે

અમદાવાદ, ભારત-પાકિસ્તાનની મેચને લઇને દર્શકો માટે જ નહી પણ ક્રિકેટ સટ્ટ રમાડતા બુકીઓ માટે ગોલ્ડન મેચની કેટેગરીમાં આવે છે. ખુબ મોટા પ્રમાણમાં સટ્ટોડિયાઓ આ મેચમાં ક્રિકેટ વિશ્ર્વ કપનો સૌથી મોટો સટ્ટો રમશે. જેમાં બે હજાર કરોડ સુધીનો સટ્ટો રમાશે. આ માટે અમદાવાદમાં દુબઇ સહિતના દેશોમાંથી ૧૦૦થી વધુ મોટા બુકીઓ અને તેમના પ્રતિનિધીઓ આવી ચુક્યા છે. જે સ્ટેડિયમમાં પ્રેક્ષક તરીકે રહીને ત્યાં રમવામાં આવતી મેચ અને લાઇવ ટેલીકાસ્ટ થતી મેચ વચ્ચેના સાત સેકન્ડના તફાવતને આધારે સટ્ટો રમશે. જે બુકીઓ માટે ખુબ જ મહત્વનો બની રહેશે અને જે કરોડોની રૂપિયાનો કમાવવાનો સ્લોટ ગણાય છે. ભારત-પાકિસ્તાનની મેચને લઇને અમદાવાદમાં જ નહી પરંતુ, સમગ્ર દેશના ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે. સાથેસાથે આ મેચમાં સટ્ટો રમવા માટે બુકીઓએ પણ તૈયારી પૂર્ણ કરી છે. જે માટે આ મેચને સ્ટેડિયમમાં ૧૦૦ થી બુકીઓ હાજર રહેશે. જેમાં મોટાભાગના દુબઇથી ખાસ આવ્યા છે. જે અંગે એક બુકીએ જણાવ્યું કે ક્રિકેટ વિશ્ર્વ કપની તમામ મેચોમાં ભારત પાકિસ્તાનની મેચ અમારા માટે ગોલ્ડન કેટેગરીને હોય છે. જેમાં સૌથી વધારો સટ્ટો રમાતો હોય છે. સામાન્ય રીતે એક મેચમાં ઓછામાં ઓછા એક હજાર કરોડનો સટ્ટો રમવામાં આવે છે. પરંતુ ભારત પાકિસ્તાનની મેચમાં આ સટ્ટાની રકમ બે હજાર કરોડની પાર થશે. જે વધીને ત્રણ હજાર કરોડ પણ થઇ શકે છે.

જો કે બુકીઓ માટે મેચમાં કરોડોનો કમાવવાનો ટારગેટ હોય છે. આ માટે ઓનલાઇન રમાડવામાં આવતા સટ્ટામાં કમાવવા કરતા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી મેચ અને લાઇવ ટેલિકાસ્ટ થતી મેચ વચ્ચે સાત સેકન્ડનો તફાવત હોય છે. જે બુકીઓ માટે ખુબ મહત્વનો હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઇ બોલર બોલીંગ કરે તે સ્ટેડિયમથી લાઇવ ટેલિકાસ્ટ થાય તેમાં સાત સેકન્ડન તફાવત આવે છે. જે તફાવતના સમયે બુકીઆ બોલ પર કે ઓવર સમાપ્તી પર સટ્ટો ખોલે છે. જેમાં સેકન્ડના દશમા ભાગમાં સમગ્ર વિશ્ર્વમાં બેઠેલા સટ્ટોડિયાઓ કરોડોનો દાવ લગાવે છે.જેમાં સટ્ટોડિયાઓને ગુમાવવાનું વધારે અને બુકીઓને કમાવવાનું સૌથી વધારે તક હોય છે.

આ ઉપરાતં, પાવર પ્લે, સેશન, ટોટલ સિક્સ , ટોટલ ફોર જેવા અલગ અલગ સેગમેન્ટ પર સટ્ટો ખુલે છે. સ્ટેડિયમમાં બુકીઓ ફોનથી તેમના નેટવર્કમાં કનેક્ટ થવા માટે વોટ્સેપ કે ટેલીગ્રામ નહી પણ તેમણે તૈયાર કરેલી વિશેષ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. સેકન્ડમાં જ તેમના દુબઇ કે અન્ય દેશોમાં મુકવામાં આવેલા સર્વરથી સેન્ટર સુધી પહોંચે છે. આમ, બુકીઓ સટ્ટો રમવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે.