મુંબઇ, બિગ બોસ ૧૩માં મળેલી સફળતા બાદ શેહનાઝ ગીલને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી. જે બાદ તેની સફળતા તેના હાથમાં છે. ત્યારે હવે એકટ્રેસને લઇને એક અપડેટ સામે આવી રહ્યું છે. જે જાણીને ચાહકોને ઝાટકો વાગ્યો છે.
મળતી માહિતી પ્રમાણે શહેનાઝ ગિલને ફૂડ પોઇઝનિંગ થયું છે અને તેના કારણે તેની તબિયત બગડી છે. ઈન્ફેક્શનના કારણે તેમને દાખલ થવુ પડ્યુ છે. શહેનાઝે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર આવીને પોતાની તબિયત અંગે અપડેટ આપી છે.
શહેનાઝ ગિલ સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી. આ દરમિયાન તેણે કંઈક ખાધું જેના કારણે તેનું પેટ ખરાબ થઈ ગયું. આ ચેપ એટલો વધી ગયો હતો કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી શહેનાઝ ગિલ આ દિવસોમાં તેની ફિલ્મ ’થેંક યુ ફોર કમિંગ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં શહેનાઝની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, શહેનાઝ સિવાય આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, કુશા કપિલા, શિબાની બેદી, ડોલી સિંહ, કરણ કુન્દ્રા મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન કરણ બુલાનીએ કર્યું છે.