ગોધરા, ગોધરા તાલુકાના નાની કાંટડી ગામે આવેલ રે.સર્વે નંં.42/3 પૈકી 51વાળી જમીન સંબંધે ખોટું પેઢીનામું બનાવી પેઢીનામામાં દર્શાવેલ માણસોની ખોટા પ્રમાાણપત્રો બનાવી સાચા તરીકે ઉપયોગક કરી રસ્તામાં વેચાણ કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના નાની કાંટડી ગામે આવેલ રે.સર્વે નં.42/3 પૈકી 51વાળી જમીન સંબંધે ખોટું પેઢીનામું બનાવી પેઢીનામામાં દર્શાવેલ માણસોના ખોટા મરણના પ્રમાણપત્રો બનાવી તેના સાચા તરીકે ઉપયોગ કરી આરોપઓ સાદિક અબ્દુલ રઝાક અંધી, સહલ સાદિક અંધી, લુકમાન રઝાક અંધી, તાહિર અબ્દુલ રઝાક અંધી, ઉમર ફારૂક અબ્દુલ રઝાક અંધી (તમામ રહે. વ્હોરવાડ, પાણીની ટાંકી સામે, ગોધરા) સસ્તામાં વેચાણ કરી આરોપીઓને ખોટા પેઢીનામા તથા ખોટી વારસાઈ થયાની જાણ હોવા છતાં સસ્તામાં જમીન ખરીદ કરવાનો સામાન્ય ઈરાદો પાર પાડી ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે 11 લોકો સામે ખુરશેદ સોરાબજી ભેસાણીયા (પારસી)એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી.