દાહોદ,સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દાહોદ જીલ્લાના ગ્રામ્ય, શહેરી વિસ્તાર અને તાલુકાના નાગરિકો સ્વેચ્છાએ જોડાઈ ગામ અને શહેરી વિસ્તારમાં સફાઈ કામગીરીમાં જોડાઈ જીલ્લાને સ્વચ્છ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જીલ્લા આરોગ્ય વિભાગ દાહોદ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અર્બન હેલ્થ સેન્ટર દાહોદ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું.
આયુષ મેડીકલ ઓફીસર ડો. કૌશલ્યા પરમારે જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા ના થીમ ઉપર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા અર્બન હેલ્થ સેન્ટર દાહોદ ખાતે સ્વચ્છતા હી સેવા થીમ મુજબ આપણી આજુબાજુ ના વિસ્તારો સ્વચ્છ રહે તે માટે સ્વચ્છતા હી સેવાની થીમ આપાવામાં આવી છે. તેમાં ખાસ કરીને જોઈએ તો સ્ત્રી છે એ મુજબ આપણા ઘરની સાફ સફાઈ, આજુબાજુ વિસ્તારની સાફ સફાઈ તેમજ નવરાત્રી પર પણ ઘરની સફાઈ કરવાની સાથે ગરબા રમવા જઈએ તો આપણે કચરો ના કરીએ ત્યાં પણ સફાઈ જળવાઈ રહે તે માટે કાળજી રાખી બીજાને પણ જાણકારી આપીએ આપણા ઘર-શેરી-મહોલ્લાઓને સ્વચ્છતા રાખવા જીલ્લા વાસીઓને અપીલ કરી હતી.