J&Kમાં આતંકી હુમલો: ત્રણ આતંકી ઠાર, એક જવાન શહિદ

શ્રીનગર
જમ્મુ કાશ્મીરમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. આ દરમિયાન એક જવાન પણ શહીદ થઇ ગયો હતો. સૈન્યને આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી જેના આધારે આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આતંકીઓએ સૌથી પહેલા સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો. જોકે સૈન્યની જવાબી કાર્યવાહીમાં હિઝબુલના ત્રણેય આતંકીઓ ઠાર મરાયા હતા.માર્યા ગયેલા આતંકીઓના નામ આદિલ હાફિઝ, અર્શીદ અહેમદ ડાર, રૌફ અહેમદ મિર છે. આ ત્રણેય આતંકીઓ પુલવામાના રહેવાસીઓ છે અને હિઝબુલ મુજાહિદ્દીન સંગઠન સાથે સંકળાયેલા હતા. આ એક્ધાઉન્ટરમાં એક સૈન્ય જવાન પણ શહીદ થયો છે.

માર્યા ગયેલા આતંકીઓ અંગેની જાણકારી મેળવવામાં આવી હતી, સૈન્યના જણાવ્યા અનુસાર આ આતંકીઓ ઘણા સમયથી આતંકી હુમલામાં સામેલ હતા. જેમાં સુરક્ષા જવાનો અને સૈન્ય કેમ્પ પર થયેલા હુમલાનો પણ સમાવેશ થાય છે. માર્યા ગયેલા આતંકીઓ પૈકી એક હાફિઝ અહીંની એક નાકા પાર્ટી પર હુમલામાં સામેલ હતો જેમાં એક પોલીસ જવાન શહીદ થયો હતો અને એક ઘવાયો હતો.
સૈન્ય દ્વારા હાલ બારામુલ્લા, પુલવામા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહૃાું છે. આ સિૃથતિ વચ્ચે સૈન્યને મળેલી જાણકારીના આધારે અહીંના અવંતીપોરા વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓના એક સૃથળની જાણકારી મળી હતી, આતંકીઓ આ સૃથળેથી ભાગી ગયા હતા.

જોકે તેમણે જે હિથયારો અને વિસ્ફોટક સામગ્રી છુપાવી હતી તેને જપ્ત કરવામાં આવી છે. આ જપ્ત કરેલી વસ્તુઓને પોલીસે પોતાની કસ્ટડીમાં લઇ લીધી છે અને સાથે જ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે જે આતંકીઓ માર્યા ગયા છે તેઓની પાસેથી મળેલા હિથયારો અને અન્ય સામગ્રીને પણ જપ્ત કરી લેવાઇ છે. આ આતંકીઓની વધુ માહિતી પણ એકઠી કરવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશન જારી છે