ગોધરા, પંચમહાલ જિલ્લામાં અનેક ઉત્સવોનું ભવ્ય આયોજન થાય છે, ત્યારે વર્ષ 2023માં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બામરોલી રોડ ગદૂકપુર ચોકડી નજીક આવેલ વિશાળ પાર્કિંગ ધરાવતા ક્રિષ્ના પાર્ટી પ્લોટના પ્રાંગણમાં પંચમહાલ જિલ્લાના વિશાળ અને પારંપરિક શાનદાર ગરબા કુમકુમ ગરબા મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આ ગરબાનો ઉદ્ઘાટન પ્રથમ નૃત્ય એટલે કે તારીખ 15 ઓક્ટોબરના રોજ ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલયના મુકબધિર બાળકો દ્વારા કરવામાં આવશે તથા નવ દિવસ માતાજીની આરાધના સથવારે ગરબારૂપી સંગીતના સૂરો રેલાવવા ગોધરાનું જૂનું અને જાણીતું કલાવૃંદ અવસર કલા મંદિરના મુખ્ય ગાયક કલાકાર મનીષભાઈ ચૌધરી તથા ગોધરાનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરનાર ગોધરાની પ્રજ્ઞાચક્ષુ દીકરી હેપ્પી દેસાઈ સાથે સમગ્ર ટીમ પંચમહાલના ભક્તોને મોજ કરાવશે. પ્રથમવાર ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં આયોજન ગોધરાના શાનદાર કુમકુમ ગરબા મહોત્સવ હમણાંના દિવસોમાં ગોધરાની જનતા વચ્ચે ચર્ચાનો વિષય બનેલ છે. જેના પાસની એડવાન્સ બુકિંગ માટે પણ હમણાંથી પડા પડી શરૂ થઈ ગઈ છે. આવા ભવ્ય અને શાનેદાર સમગ્ર ગરબા મહોત્સવનો ઇવેન્ટ મેનેજમેન્ટ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ સાંઈ ક્રિષ્ના ઇવેન્ટ્ ગ્રુપ દ્વારા કરવામાં આવશે.